દુબઈથી (Dubai) ક્રિકેટ સટ્ટા (Cricket betting) અને ગેમ્બલિંગનો (Gambling) વ્યવસાય ચલાવનારા સટ્ટાકિંગ Amit Majithia પર દુબઈની સરકારે (Government of Dubai) શિકંજો કસ્યો છે. દુબઈમાં અનેક કસિનો અને બારની માલિકી ધરાવતા સટ્ટાકિંગ Amit Majithia નો ગત સોમવારથી કોઈ પત્તો નથી. છેલ્લા 4-5 દિવસથી સટ્ટાકિંગ ગુમ છે. મળતી વિગતો અનુસાર અમિત મજેઠીયાને દુબઈની CID (Dubai CID) ઉઠાવી ગઈ છે અને તેનું ઈન્ટ્રોગેશન (Interrogation) ચાલી રહ્યું છે. શા કારણે દુબઈની એજન્સી તેની પુછપરછ કરી રહી છે તે સામે આવ્યું નથી.
સટ્ટાકિંગ ઘેરાયો
ભારતમાં (India) ક્રિકેટ સટ્ટાનું જે નેટવર્ક (Network) ચાલે છે તેના કોઈ એક છેડે અમિત મજેઠીયાનું નામ ચોક્કસથી જોડાયેલું હોય છે. IPL ની મેચોનું ફિક્સિંગ અને તેમાં પોલીસનો રોલ, આંગડીયા પેઢી થકી હવાલાના પૈસાની લેતીદેતી આ બધી જ ગોરખધંધામાં સટ્ટાકિંગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો છે. દુબઈમાં બેસીને કાળા ધંધા ચલાવનારો અમિત મજેઠીયા પર હવે કાર્યવાહીની તલાવાર ચાલવાની શરૂઆત થઈ છે. આ કાર્યવાહી દુબઈની સરકાર કરે છે કે પછી ભારત સરકારની માંગ પછી આ કાર્યવાહી થઈ છે તે હજુ સામે આવ્યું નથી પરંતુ સટ્ટાકિંગ ચારેકોરથી ઘેરાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
ઈન્ટ્રોગેશન
એવું માનવામાં આવી રહ્યું છે કે, દુબઈમાં સટ્ટો ગેરકાયદેસર છે અને ત્યાની CID એ તેની સોમવારે અટકાયત કરી અને દુબઈમાં તેના ચાલતા કાળા-ધોળા ધંધા વિશે પુછપરછ કરી રહી છે. બીજી તરફ એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અમદાવાદના માધુપુરા કેસ, મહાદેવ બુકમાં ED ની તપાસમાં તેનું નામ ઉછળી ચુક્યુ છે ત્યારે ભારત સરકારના દોરી સંચાર હેઠળ તેની સામે આ કાર્યવાહી થઈ હોય અને એવી પણ પ્રબળ શક્યતા છે કે સટ્ટાકિંગના આ ઈન્ટ્રોગેશનમાં દુબઈની એજન્સી સાથે ભારતની કોઈ એજન્સી પણ સામેલ હોય. જોકે આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
કોણ છે અમિત મજેઠીયા?
અમિત મજેઠીયા (Amit Majithia) કચ્છના (Kutch) આદિપુરનો વતની છે. છેલ્લા ઘણા સમયથી તે દુબઈ સ્થાયી થયેલો છે. દુબઈમાં તે અનેક બિઝનેસ સાથે સંકળાયેલો છે. અમિત મજેઠીયા દુબઈમાં BCC મ્યૂઝિક કંપની, CBTF ના નામે સટ્ટની ટીપના વ્યવસાય, દુબઈમાં તે બાર અને કેસિનોની માલિકી, ટૂરિઝ્મ જેવા અનેક ધંધામાં તે ઝંપલાવી ચુક્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈસ્ટાગ્રામમાં તે 16.4 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ભારતમાં થયેલા અનેક સટ્ટાના કેસોમાં તેનું નામ આવી ચુક્યું છે.