MOHANLAL : સાઉથના સુપરસ્ટાર મોહનલાલ હોસ્પિટલમાં દાખલ

August 18, 2024

SOUTH SUPERSTAR MOHANLAL: સાઉથના સુપરસ્ટાર મોહનલાલ ( MOHANLAL )ની અચાનક તબિયત ખરાબ થવાને કારણે કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહનલાલ તેમની આગામી ફિલ્મ L2 એમ્પુરાન (L2 Empuraan) નું શૂટિંગ પૂર્ણ કરીને તાજેતરમાં જ ગુજરાત ( GUJARAT ) થી પરત ફર્યા હતા, ત્યાર બાદ તેમને ભારે તાવ આવવા લાગ્યો હતા. જેને લઈ સાઉથના સુપરસ્ટાર મોહનલાલને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોચી હોસ્પિટલના ડો. ગિરીશ કુમાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, અભિનેતાને વાયરલ શ્વસન ચેપથી પીડિત હોવાની શંકા છે.

આ સમાચાર પછી તેમના ચાહકોમાં હલચલ મચી ગઈ છે અને તેઓ અભિનેતા મોહનલાલના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ડોક્ટરે મોહનલાલને પાંચ દિવસ સુધી જાહેર સ્થળોએ ન જવાની સલાહ આપી છે.

આ પણ વાંચો :

KKK 14 : રોહિત શેટ્ટીની પીઠ પાછળ નવો ડ્રામા શરૂ

Read More

Trending Video