Somnath મહાદેવ મંદિરમાં NSG અને પોલીસની મોકડ્રિલ, આતંકવાદી હુમલાની આગમચેતીના ભાગરૂપે યોજાઈ મોકડ્રિલ

December 3, 2025

Somnath : દેશમાં હાલ જે રીતે આતંકી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો તે બાદ હવે ગુજરાતમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા હતા. જેના કારણે હવે સરકાર સતર્કતાના પગલાં લઇ રહી છે. આ સાથે જ હવે બાર જ્યોતિર્લિંગમાંના એક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ મંદિર પરિસરમાં મંગળવારની મોડી રાતથી બુધવારે વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલમાં બ્લેકઆઉટ સહિતના તમામ પાસાઓ આવરી લેવાયા હતા. સોમનાથ મંદિર ખાતે સતર્કતાના ભાગરૂપે નેશનલ સિક્યુરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ હતી. અને તેમની સાથે પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ સંયુક્ત પ્રયાસ સાથે આ મોકડ્રીલ યોજાઈ હતી. શ્રદ્ધાળુઓની સલામતી માટે વિવિધ બચાવ કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કટોકટીમાં ઘાયલોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ ચકાસવામાં આવી.

આ પણ વાંચોBHU કેમ્પસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું, જેમાં ત્રણ કલાક સુધી ભારે પથ્થરમારો થયો. અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી

Read More

Trending Video