Somnath Demolition : સોમનાથના મેગા ડિમોલિશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર, આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે

September 30, 2024

Somnath Demolition : ગુજરાતમાં હમણાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશનમાં અંદાજે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજીત બજાર કિંમત રૂ.320 કરોડ જેટલી થાય છે. આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને તંત્ર દ્વારા સખ્ત બંદોબસ્ત ઉભો કરી દેવામાં આવ્યો. આ ડિમોલિશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Read More

Trending Video