Somnath Demolition : સોમનાથ મેગા ડિમોલિશનને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, કહ્યું, “જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે જ રહેશે”

October 3, 2024

Somnath Demolition : ગુજરાતમાં હમણાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશનમાં અંદાજે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજીત બજાર કિંમત 320 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને તંત્ર દ્વારા સખ્ત બંદોબસ્ત ઉભો કરી દેવામાં આવ્યો. પરંતુ અચાનક થયેલ આ સમગ્ર ડિમોલિશન મામલે ઓલિયા-એ-દિન કમિટી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે આ મામલે જમીન યથાસ્થિતિ રાખવામાં આવે. અરજદારની અરજીને નકારી અને હાઇકોર્ટે કહ્યું કે, ડિમોલિશનના વિસ્તારમાં ફેન્સીંગની કામગીરી ચાલુ જ રહેશે. અને આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે અને તેમને જ મળશે.

મંદિરની આજુબાજુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા

ગુજરાતમાં સોમનાથ મંદિરથી 1.5 કિલોમીટરના અંતરે સરકારી જમીન પર આવેલા ગેરકાયદે બાંધકામોને શુક્રવારે મોડી રાત્રે દૂર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કરાયેલી કાર્યવાહીને કારણે 15 હેક્ટર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને તેની કિંમત 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ઉજ્જૈન કોરિડોરની જેમ સોમનાથમાં પણ કોરિડોર બનવાનો છે, જેના માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. સોમનાથ મંદિરના વિકાસ માટે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોDelhi Drugs Case : દિલ્હીમાં 5600 કરોડના ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, સમગ્ર મામલે માસ્ટરમાઈન્ડનું કોંગ્રેસ સાથે કનેક્શન આવ્યું સામે

Read More

Trending Video