Smoke From Aircraft: દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો

September 25, 2024

Smoke From Aircraft: તમિલનાડુના (Tamil Nadu) ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. જેમા ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક પાંખના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટમાં કુલ 320 પેસેન્જર્સ સવાર થવાના હતા પરંતુ આ ઘટના બાદ તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

મળતી માહિતી મુજબ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમીરાતની ફ્લાઈટ મંગળવારે રાત્રે 9.50 કલાકે દુબઈ માટે ઉપડવાની હતી. અને આ ફ્લાઈટમાં 320 મુસાફરો બેસવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતું મુસાફરો ચઢે તે પહેલા વિમાનમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું. ત્યારપછી એન્જિનમાં ઓવરફિલિંગને કારણે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને સ્ટાફ પણ ડરી ગયો હતો તેમજ મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. અકસ્માતના સમાચાર મળ્યા બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચીને આગને કાબુમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ધુમાડો શાના કારણે થયો?

અકસ્માતના સમાચાર મળ્યા બાદ એરપોર્ટ ફાયર સ્ટેશન પર પહોંચેલા ફાયરના જવાનો ધુમાડો ઓલવવા લાગ્યા હતા. ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે એરક્રાફ્ટમાંથી ધુમાડો વધુ પડતા ઇંધણને કારણે ગરમીને કારણે થયો હતો. આ ઘટનાને કારણે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને વેઈટિંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

અધિકારીઓએ હાથ ધરી તપાસ

શું પ્લેનમાં કોઈ નુકસાન થયું હતું? શું પ્લેન ટેક ઓફ કરવા માટે તૈયાર છે? હાલમાં અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે દુબઈ જતી ફ્લાઈટમાં વિલંબ થશે કારણ +કે તેને ઈન્સ્પેક્શન બાદ ટેક ઓફ કરવું પડશે.

આ પણ વાંચો :  J&K Assembly Elections Phase 2: જમ્મુ અને કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરુ, પીએમ મોદીએ કરી આ અપીલ

Read More

Trending Video