Sitaram Yechury : CPM નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા

September 12, 2024

Sitaram Yechury : ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે નિધન થયું છે. CPM અને AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સીતારામ યેચુરીનું નિધન બપોરે 3.05 કલાકે થયું હતું.

યેચુરીને ICUમાં દાખલ કરાયા હતા

યેચુરીની હાલત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક હતી. CPI(M) એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 72 વર્ષીય નેતા દિલ્હીના AIIMS ખાતે ICUમાં સારવાર હેઠળ હતા. યેચુરીને ન્યુમોનિયા અને છાતીમાં ચેપની સારવાર માટે 19 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

સીતારામ યેચુરીના નિધન પર ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યેચુરીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે થોડા વર્ષો પહેલા સંસદમાં મારા સાથી રહેલા સીતારામ યેચુરીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

આ પણ વાંચોChaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Read More

Trending Video