Rajkot : હિન્દીમાં એક કહેવત છે કે, ચોર ચોરી સે જાયે પર હેરાફેરી સે ન જાયે આ કહેવત રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા પર લાગુ પડી રહી છે કેમ કે જે અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારના આરોપમાં જેલની હવા ખાઈ રહ્યો છે પરંતુ હજુ પણ તે સુધરતો નથી. ગઈ કાલે રક્ષાબંધનના તહેવાર પર જ્યારે તેની બહેન તેને રાખડી બાંધવા પહોંચી ત્યારે તેને રાખડી બાંધવાની આડમાં છુપી રીતે સાગઠિયાને એક ચિઠ્ઠી આપવાની કોશિશ કરી હતો જો કે અહીં ફરજ પર હાજર પોલીસ કર્મીએ તેને ચિઠ્ઠી આપતા ઝડપી લીધા ત્યારે આ ઘટનાને લઈને હાલ ભારે ચકચાર મચી છે. જેલમાં બેઠા બેઠા સાગઠિયા કોઈ ષડયંત્ર રચી રહ્યો હોવાની ચર્ચા ઉઠી રહી છે.
સાગઠિયાની બહેને રાખડી બાંધવાના બહાને જેલમાં આપી ચીઠ્ઠી
ગઈ કાલે રક્ષાબંધનનો તહેવાર હતો ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જેલ તંત્ર દ્વારા જેલમાં બંધ કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટેનું આયોજન કરવામા આવ્યું હતુ ત્યારે રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી અને રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ ટી.પી.ઓ મનસુખ સાગઠિયાની બહેનો પણ તેને રાખડી બાંધવા માટે જેલમાં આવી હતી આ દરમિયાન તે પોતાની સાથે એક ચીઠ્ઠી પણ લઈને આવી હતી અને રાખડી બાંધતી વખતે તેને સાગઠિયાને આ ચિઠ્ઠી આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ અધિકારી આ જોઇ જતાં તે ચિઠ્ઠી લઈ લીધી હતી અને તેમની બહેનને પરત આપી દીધી હતી. આ સમગ્ર ઘટના અહીં હાજર મીડિયા કર્મીઓના કેમેરામાં કેદ થઈ હતી. જેથી થોડી જ વારમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો.
ચિઠ્ઠીમાં શું હતુ તેને લઈને રહસ્ય ઘેરાયું
રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને સાગઠિયાને છુપી રીતે ચિઠ્ઠી આપવાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ છે. આ પોલીસે રંગેહાથે આબાદ ઝડપી પાડતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સવાલ તે થઈ રહ્યો છે કે, આ અધિકારીએ મનસુખ સાગઠિયાન બહેને આપેલી ચિઠ્ઠી ઉપરી અધિકારીને આપવાને બદલે તેમજ તેમાં શુ લખ્યું છે તે જાણવાને બદલે તેની બહેનને જ પરત કેમ આપી દીધી આટલા ગંભીર ગુનામાં સાગઠિયા જેલમાં બંધ છે તો તે જેલમાં બેઠો બેઠો કોઈ ષડયંત્ર રચી રહ્યો છે ? શુ આ ચિઠ્ઠિ સાગઠિયાના રાજકીટ આકાઓએ મોકલાવી હતી ? તેમજ ચિઠ્ઠીમાં શું હતું તે રહસ્ય ઘેરાયું છે.