SirohiRoadAccident : રાજસ્થાન(Rajasthan)ના સિરોહી(Sirohi)માં રવિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઇડમાં આવી રહેલું તુફાન વાહન ટેન્કર સાથે અથડાયું હતું. આ અકસ્માત(SirohiRoadAccident)માં તુફાન વાહનમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા.
આ અકસ્માત(SirohiRoadAccident) ઉદયપુર-પાલનપુર ફોરલેન હાઈવે પર પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કેન્ટર પુલિયા પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, વાહનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉગાનાસર, ઉદયપુરના રહેવાસી હતા. તેઓ મજૂરી અર્થે સિરોહી થઈ પાલીના નાકોડા મંદિર જઈ રહ્યા હતા.
અકસ્માત(SirohiRoadAccident)ની માહિતી મળતાં જ પિંડવાડા પોલીસ સ્ટેશનના અધિકારી, પિંડવાડાના ડીએસપી ભંવરલાલ ચૌધરી અને તહસીલદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં તુફાન વાહનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘણી મહેનત બાદ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તમામ ઘાયલોને સારવાર માટે પિંડવાડાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને સિરોહી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
કેવી રીતે અકસ્માત સર્જાયો
આ મામલાની માહિતી આપતા સિરોહી(sirohi)ના એડિશનલ એસપી પ્રભુ દયાલે કહ્યું કે જ્યારે સિરોહી માટે પિંડવાડા જઈએ છીએ ત્યારે હાઈવે પર ચઢીએ છીએ. અહીંનો કટ માત્ર દોઢ કિલોમીટરનો છે. આ કટ પરથી તુફાન વાહને રોંગ સાઈડ તરફ વળાંક લીધો હતો અને તે દરમિયાન સામેથી આવતા ટેન્કર સાથે અથડામણ થઈ હતી. કારમાં 29 લોકો સવાર હતા. જેમાંથી 8ના મોત થયા છે. 16 લોકો ઘાયલ થયા છે, જ્યારે 5 સુરક્ષિત છે.
અકસ્માતની તપાસ કરશે
આ મામલે સિરોહીના કલેક્ટર અલ્પા ચૌધરીએ જણાવ્યું કે હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. સ્થિતિ નિયંત્રણમાં છે. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ઉદયપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત(SirohiRoadAccident) પાછળના કારણો શું હતા? તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Pitru Dosh: પિતૃ દોષ કેમ લાગે છે? જાણો તેના લક્ષણો અને મુક્તિ માટેના ઉપાય