Sihor Congress : ગુજરાતમાં અત્યારે લોકો માટે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે ખરાબ રોડ રસ્તાની છે. સામાન્ય વરસાદમાં પણ ડામર ધોવાઈ જાય છે અને નબળી ગુણવતા વાળી રેતી, કપચી અને ધૂળ રોડ પર વિખરાય જાય છે. રોડ બન્યાના થોડાક દિવસોમાં જ ભ્રષ્ટાચારને લીધે રોડ પર મસ-મોટા ખાડા પડી જાય છે. ત્યારે આવી જ એક ઘટના ભાવનગરથી સામે આવી છે. ભાવનગરના સિહોરમાં ખરાબ રોડ રસ્તાને લીધે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ખરાબ રોડ-રસ્તાના કારણે વાહનચાલકોની કમ્મર તૂટી રહી છે. ત્યારે કોંગ્રેસ લોકોની વહારે આવી હતી અને તંત્રને રજૂઆત કરી હતી. તો પણ તંત્રએ રોડનું કામ કર્યું નહિ. ત્યારે આજે આ મુદ્દે સિહોર કોંગ્રેસે રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ પણ ચકકાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.
કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તામાં નબળી ગુણવતા વાળું મટીરીયલ વાપરવામાં આવે છે. સરકાર રોડ-રસ્તાનો કરોડોનો કોન્ટ્રાક્ટ પોતાના મળતિયાઓને જ આપે છે. રોડ બન્યા પછી ભ્ર્ષ્ટાચારના લીધે ખાડા પડે તે ખાડા ભરવા માટે પણ મળતિયા કોન્ટ્રાક્ટરોને કરોડોની ગ્રાન્ટ આપે છે. કરોડોની ગ્રાન્ટ એ ગુજરાતના લોકોના ટેક્સના પૈસા છે. તૂટેલ રોડ- રસ્તાની સરકારે નવી ગ્રાન્ટ આપવા કરતા રોડ-રસ્તા કેમ નબળી ગુણવત્તાવાળા મટીરીયલને લીધે તૂટે છે, રોડ-રસ્તા તૂટવા માટે કોણ જવાબદાર છે, ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર કે પૈસા લઈને કોન્ટ્રાક્ટર આપનાર અધિકારી. બંનેમાંથી જેની ભૂલ હોય તેની પાસેથી ભ્રષ્ટાચારની રકમ વસૂલવી જોઈએ. ત્યારે જોઈએ સરકાર સિહોરના તૂટેલા રોડ રસ્તા માટે ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાટાર પર કાર્યવાહી ક્યારે કરશે?
આ પણ વાંચો : Gir Somnath Collector : ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહનો વધુ એક વિડીયો વાયરલ, જાહેરમાં અધિકારીઓને ખખડાવતા નજરે ચડ્યા