Shivaji Statue Collapse: ‘…તો શિવાજીની મૂર્તિ ક્યારેય ના પડત’ કઈ ભૂલ થઈના કારણે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી? નીતિન ગડકરીએ જણાવ્યું આ કારણ

September 4, 2024

Shivaji Statue Collapse: મહારાષ્ટ્રના (Maharashtra) સિંધુદુર્ગ (Sindhudurg) સ્થિત શિવાજીની  (Shivaji) 35 ફૂટ ઊંચી પ્રતિમા પડી ગયા બાદ વિપક્ષ ભાજપ સરકાર ( BJP government) પર સતત પ્રહારો કરી રહ્યો છે. પીએમ મોદી પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આ અંગે મોટી વાત કહી છે. તેમણે આ મૂર્તી પડવાનું કારણ પણ સમજાવ્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મામલે નીતિન ગડકરીનું મોટુ નિવેદન

નીતિન ગડકરીનું કહેવું છે કે, સમુદ્ર પાસે પુલના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવો જોઈએ. જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય પડી ન હોત. જ્યારે હું મહારાષ્ટ્રના મંત્રી તરીકે મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો. તેણે લોખંડના સળિયા પર પાવડરનો કોટિંગ લગાવ્યો અને કહ્યું કે તે રસ્ટ-પ્રૂફ છે, પરંતુ તેને કાટ લાગ્યો છે.નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ સમુદ્રથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં બાંધકામમાં થવો જોઈએ. વાસ્તવમાં લોખંડને કાટ લાગવાની સમસ્યા દરિયાની નજીકના વિસ્તારોમાં વધુ છે. તેમણે વધુમાં કહ્યું કે આ રીતે કામ કરવાથી જ બાબતોનો ઉકેલ આવશે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શું થયું?

તમને જણાવી દઈએ કે , મહારાષ્ટ્રના સિંધુદુર્ગ સ્થિત કિલ્લામાં 8 મહિના પહેલા બનેલી શિવાજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા 26 ઓગસ્ટના રોજ અચાનક પડી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ડિસેમ્બર 2023ના રોજ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા પડી જવાથી વિરોધ પક્ષો સતત ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પ્રતિમા પડવા બદલ માફી માંગી હતી.

આ પણ વાંચો : કોંગી કોર્પોરેટરની દબંગાઇ તો જુઓ ! યુવકને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની આપી ધમકી, જાણો સમગ્ર મામલો

Read More

Trending Video