Shehzad Khan Pathan : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાની વરણી, પાંચ કોંગ્રેસ કોર્પોરેટરોએ ન કર્યું મતદાન

September 10, 2024

Shehzad Khan Pathan : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની નિમણૂક થઇ છે. આ સાથે જ કોંગ્રેસના 18 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. અને તે સિવાયના પાંચ કોર્પોરેટરોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ પાંચ કોર્પોરેટરો રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડા મતદાન માટે પહોંચ્યા ન હોતા. બહુમત શેહઝાદ ખાન પઠાણની તરફેણમાં આવતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા જાહેર કરવામાં આવ્યા હતા.

Read More

Trending Video