Share Market Opening: બજેટ રજૂ થયા પહેલા જ શેર માર્કેટમાં ભારે ઉછાળો, રોકાણકારોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ

July 23, 2024

Share Market Opening:  નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે, આ દરમિયાન બજેટની અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે. બજેટ પહેલા રોકાણકારોને ઘણી અપેક્ષાઓ હોય છે. જેની અસર આજે ખુલેલા બજારમાં જોવા મળી હતી. 23 જુલાઈના રોજ સવારે 9.15 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક સેન્સેક્સ 236 પોઈન્ટના વધારા સાથે 80738.54 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીએ પણ 51 પોઈન્ટનો ઉછાળો 24,560.30 ના સ્તરે જોવા મળ્યો હતો.

બજેટ રજૂ થયા પહેલા જ શેર માર્કેટમાં ભારે ઉછાળો

પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ BSE સેન્સેક્સ 133.12 પોઈન્ટ વધીને 80,635 પર પહોંચ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી મામૂલી વધારા સાથે 13.90 અંક વધીને 24523.20 ના સ્તર પર પહોંચ્યો હતો.

રોકાણકારોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ

બજેટની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. બજેટ આવવામાં હજુ એક કલાક જેટલો સમય બાકી છે તેમ છતાં રોકાણકારોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેથી, રોકાણકારો ઘણા ક્ષેત્રો પર નજર રાખી રહ્યા છે. તેમને આશા છે કે નાણામંત્રી આ ક્ષેત્રોને ભેટ આપી શકે છે, જેના કારણે આ શેર સારો બિઝનેસ કરશે. ભારતીય શેરબજારમાં આજે રોકાણકારો આઈટી, ઓટો, બેંકિંગ, એગ્રીકલ્ચર, એફએમસીજી જેવા અનેક ક્ષેત્રો પર નજર રાખી રહ્યા છે. હકીકતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ઉદ્યોગને ટેકો આપવાની સાથે સામાન્ય કરદાતાઓની અપેક્ષાઓ સંતોષવાનું દબાણ છે. આ સિવાય કેટલીક એવી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે જે રોકાણકારોની ખુશીમાં વધારો કરી શકે છે.

Read More

Trending Video