Shardiya Navratri 2026: શું છે નવરાત્રિનું ‘ત્રિરાત્ર વ્રત’? માત્ર 3 દિવસના ઉપવાસથી મળશે પૂરા 9 દિવસના વ્રતનું પુણ્ય ફળ!

September 30, 2026

Shardiya Navratri 2026: હિન્દુ ધર્મમાં માં ભગવતીની ઉપાસનાનો સૌથી પવિત્ર અને ઊર્જાવાન તહેવાર માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ભક્તો ઘટસ્થાપન (કલશ સ્થાપના) કરીને 9 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. વર્ષ 2026 માં શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારથી થવા જઈ રહી છે. સામાન્ય રીતે આખા 9 દિવસ સુધી વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જે લોકો માટે 9 દિવસનો કઠોર ઉપવાસ કરવો શક્ય નથી, તેમના માટે શાસ્ત્રોમાં ‘ત્રિરાત્ર વ્રત’ કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

નવરાત્રિમાં ક્યારે કરી શકાય ત્રિરાત્ર વ્રત?

પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરૂ થશે. ત્રિરાત્ર વ્રત નવરાત્રિની અંતિમ ત્રણ તિથિઓ એટલે કે સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસો દરમિયાન રાખવામાં આવે છે.

શું છે ત્રિરાત્ર વ્રત?

ત્રિરાત્ર વ્રત એટલે નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં કરવામાં આવતો વિશેષ ઉપવાસ. આ દિવસો દરમિયાન ભક્તો માં દુર્ગાની ખાસ પૂજા-અર્ચના કરે છે અને નિયમોનું પાલન કરે છે. આ વ્રતમાં સાધક પોતાની પરંપરા મુજબ દિવસમાં એકવાર સાત્વિક ભોજન અથવા ફળાહાર કરી શકે છે.

માત્ર 3 દિવસના વ્રતથી 9 દિવસનું ફળ કેવી રીતે મળે?

નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસો—સપ્તમી, અષ્ટમી અને નવમી—સાધના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોમાં હવન, વિશેષ પૂજા અને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ થાય છે. માન્યતા મુજબ, જો કોઈ ભક્ત પૂરા 9 દિવસ ઉપવાસ ન કરી શકે અને આ છેલ્લા 3 દિવસ દરમિયાન પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે ત્રિરાત્ર વ્રત કરે, તો તેને આખી નવરાત્રિના ઉપવાસ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

ત્રિરાત્ર વ્રતમાં કયા દેવીઓની થાય છે પૂજા?

ત્રિરાત્ર વ્રત દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની સાથે શક્તિના ત્રણ મુખ્ય સ્વરૂપો—મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ છે. મહાકાળી નકારાત્મકતાનો નાશ કરે છે, મહાલક્ષ્મી ધન-સમૃદ્ધિ આપે છે અને મહાસરસ્વતી જ્ઞાન તેમજ વિદ્યા પ્રદાન કરે છે. આ ત્રણેય શક્તિઓની આરાધનાથી જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે.

ત્રિરાત્ર વ્રતમાં સપ્તમી તિથિનું મહત્વ

સપ્તમી તિથિથી આ ત્રિરાત્ર વ્રતની શરૂઆત થાય છે. આ દિવસે માં દુર્ગાના સાતમા સ્વરૂપ માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. માં કાલરાત્રિ પોતાના ભક્તોને ભય, સંકટ અને તમામ નકારાત્મક બાધાઓમાંથી મુક્તિ અપાવે છે.

આ પણ વાંચો: Surya Gochar 2026: 17 ઓક્ટોબરે સૂર્ય બનાવશે નીચભંગ રાજયોગ! આ 4 રાશિલક્ષ્મીજીની કૃપાથી બનશે ધનવાન

Read More

Trending Video