Shankracharya : અમદવાદમાં યોજાયો ગૌ ધ્વજ ભારત યાત્રાનો કાર્યક્રમ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

October 16, 2024

Shankracharya : ભારતમાં હિન્દૂ ધર્મના રક્ષકો અને આધાર શંકરાચાર્યજીને માનવામાં આવે છે. દેશના ચાર મઠ આવેલા છે જે હિન્દૂ ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. આ ચાર મઠમાં શંકરાચાર્યજી બિરાજે છે. ત્યારે ઉત્તરાખંડના જ્યોતિષમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી અમદાવાદના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં સોલા ભાગવત ખાતે ગૌ ધ્વજ ભારત યાત્રાના કાર્યક્રમમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ ગૌમાતાને લઈને વડાપ્રધાન મોદી પર ભડક્યા હતા.

અમદાવાદમાં સોલાભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલ ગૌ ધ્વજ ભારત યાત્રાના કાર્યક્રમમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેમણે વડાપ્રધાન પર કરેલ નિવેદન અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને નવી સંસદના નિર્માણ વખતે સેંગોલની સ્થાપના કરી હતી. સેંગોલ એ ભારતનો રાજદંડ છે. અને તેને વડાપ્રધાને પોતાની પહેલા સંસદમાં પ્રવેશ કરાવ્યો તે ખુબ સરાહનીય કામ છે. પરંતુ આ સેંગોલ પર જો આપણે ગાયને આટલું માનભેર સ્થાન આપીએ છીએ. તો આ ગાયની રક્ષા માટે કેમ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતો નથી.

વધુમાં તેમણે ખુબ આકરા શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી ખુદ જો ગાયમાતાને આટલું ઉંચુ સ્થાન આપે છે. તો તેઓ ગૌહત્યારાઓએને કેમ છોડી દે છે. ગૌહત્યા કરતા કસાઇઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપણી પવિત્ર ગૌમાતાની હત્યા કરી અને ગૌમાંસ ખાનારા લોકોને કેમ કોઈ સજા કરવામાં આવતી નથી. ત્યારે આજે ગુજરાતની ધરતી પરથી હું વડાપ્રધાને પૂછવા માંગુ છું કે તમે ગાયના પૂજક છો કે કસાઈ. જો કસાઈ હોવ તો સામે આવો…તો એ પ્રમાણે અમને વ્યવહાર કરતા ખબર પડે. ત્યારે હવે શંકરાચાર્યજીનું નિવેદન અત્યારે સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે.

આ પણ વાંચોChaitar Vasava : ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયેલ ડ્રગ્સ બાદ આમ આદમી પાર્ટી મેદાને, ચૈતર વસાવાએ રેલી કાઢી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

Read More

Trending Video