Shankersinh Vaghela : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપના સંગઠનમાં બદલાવની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોજ કોઈને કોઈ નેતાની PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતથી આ સંગઠનમાં બદલાવની અટકળો વધુ મજબૂત બની જાય છે. છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાતના ઘણા નેતાઓની સાથે અમિત શાહ અને પીએમ મોદીએ મુલાકત કરી છે. ત્યારે હવે વધુ એક દિગ્ગજ નેતાની અમિત શાહ સાથેની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી રાજનીતિથી દુર અને ટીવી કે મીડિયાથી દુર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શંકરસિંહ વાઘેલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક ખાસ મુલાકાત કરી હતી. પૂર્વ મંખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠકમાં અનેક મુદ્દાઓને ચર્ચામાં લાવવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. અમિત શાહ સાથેની મુલાકાત બાદ બાપુએ રાજકીય તર્ક વિતર્કનો છેદ ઉડાડી દીધો હતો.
શંકરસિંહ બાપુએ આ બેઠક અંગે કહ્યું હતુ કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. અમે ભેગા મળીને ચા-પાણી કર્યા અને થોડીક વાતો કરી હતી. જોકે, બાપુ અને અમિત શાહની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા રહી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા. અને લોકોમાં “લોકનેતા બાપુ” તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું. તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે શંકરસિંહ વાઘેલા આરજેડી, કોંગ્રેસ, રાજપા આવી અનેક પાર્ટીઓમાં જોડ્યા નવી પાર્ટીઓ બનાવી પરતું જનતા તેમની પર ભરોસો કરવા તૈયાર નથી.. ત્યારે હવે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની આ મુલાકાત રાજનીતિમાં શું નવા ભૂકંપ લાવે છે તે જોવાનું રહ્યું.