Shankersinh Vaghela : ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની ફરી સક્રિય રાજકારણમાં તૈયારી, બાપુ ભાજપ અને કોંગ્રેસનું ટેંશન વધારવા તૈયાર

September 27, 2024

Shankersinh Vaghela : ગુજરાતમાં આમ તો હજુ ઘણા દિગ્ગજ રાજકારણીઓ છે. તેમના એક એટલે શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela ). ગુજરાતના રાજકારણમાં બાપુના નામથી જાણીતા એવા શંકરસિંહ વાઘેલા હવે ફરી ભાજપ કોંગ્રેસનું ટેંશન વધારવા મેદાને આવ્યા છે. થોડા સમયથી રાજકારણમાં ચર્ચાઓથી દૂર રહેલા શંકરસિંહ બાપુ ફરી એક વાર રાજકારણ નવા ઘોડા દોડાવવા તૈયાર છે તેવું લાગી રહ્યું છે. આમ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. સાથે દેશના બંને મોટા પક્ષનો ભાગ રહી ચૂકેલા શંકરસિંહ બાપુ અચાનક હવે મેદાને આવ્યા છે. રાજપૂત સંમેલનમાં ક્ષત્રિયોને એકઠા કર્યા બાદ હવે નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

શંકરસિંહ બાપુ (Shankersinh Vaghela) થોડા સમય પહેલા એટલે કે રક્ષાબંધનના બીજા દિવસે અમિત શાહને મળ્યા હતા. ત્યારે બધાને થયું કે હવે ફરી શું તેઓ સક્રિય રાજનીતિમાં આવવાના છે ? ત્યારે બાપુએ કહ્યું કે તેમની અને અમિત શાહની આ મુલાકાત ઔપચારીક હતી. શંકરસિંહ બાપુએ હદ્દ તો ત્યાં કરી જયારે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના દિકરા શીવા બાપાનું અવસાન થાય છે. ત્યારે શંકરસિંહ વાઘેલા તેમના ક્ષત્રિય સમિતિના સાથીદારો સાથે પહોંચે છે. પરંતુ તે શોકમાં ભાગીદાર થવા નહોતા ગયા…તેઓ તો આ ક્ષત્રિય સમિતિની રચના માટે સમય જોયા વગર જ પહોંચી ગયા હતા. અને જે વાત ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે જ જણાવી હતી. જે બાદ બાપુને ફરી ભૂત ધુણ્યું અને જાહેરાત કરી સમસ્ત ક્ષત્રિય શક્તિ એકતા મંચની જેમાં તમામ રજવાડાને ભેગા કરવાની. અને આ સમિતીના પ્રમુખ કૃષ્ણકુમારસિંહજીના દિકરા મહારાજા વિજયરાજસિંહ ગોહીલને બનાવ્યા. ત્યારે સૌ કોઈએ એક જ વાત કહી કે આ સામાજિક પ્રસંગ નથી આતો રાજકીય પાર્ટી બનાવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. દશેરાનાં બીજા જ દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થયાની વાત પણ મળી છે.

સમગ્ર સમારંભ ક્યાં યોજાશે ?

આ આખો સમારંભ અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં યોજાવા જય રહ્યો છે. અને આ સમારંભ માટે બાપુએ 200 ઘોડા પણ મંગાવી દીધા છે. અને આ ઘોડાની વિશાળ રેલી પણ કાઢવામાં આવશે. આ યાત્રા રાજપૂત ભવનથી મહારાણા પ્રતાપની પ્રતીમા સુધી પહોંચશે. આ બધુ એટલે થઈ રહ્યું લાગે છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે.

આ પહેલા પણ પાર્ટી બનાવવાની કરી હતી જાહેરાત

શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) 2022ની ચૂંટણીમાં જંપ લાવવાની તૈયારી કરી રહ્યા હતા તેવી પણ વાતો સામે આવી હતી. પણ કશું જ થયું નહોતું. પણ બાપુ જે બોલે છે તે કરીને બતાવે છે તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામની નવી પાર્ટીની વાત કરી હતી. હવે પાછી તે વાત વહેતી થઈ છે. આ અગાઉ 2017ની ચૂંટણીમાં પણ શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ નામની પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતર્યા હતા. એટલે આ વખતે જે વાત વહેતી થઈ છે તે જો સાબિત થાય અને 13 ઓક્ટોબરે બાપુ નવી પાર્ટી બનાવે તો ફાયદો ક્યાંક ભાજપને જ છે. કોંગ્રેસને તો નુકસાન જ છે. અત્યારે ક્ષત્રિય સમાજ પાસે એક જ વિશ્વાસુ પાત્ર માણસ છે શંકરસિંહ બાપુ. પણ આ તો બાપુ છે. ઈચ્છા પડે તો કોઈને ગાંઠે નહી. અને જરૂર પડે તો કોઈ સામે હાથ જોડવાથી પીછે હઠ ન કરે. હવે જોવાનું કે આ પક્ષ આવે છે કે પછી ખાલી વાત ઉડીને જતી રહે છે..

આ પણ વાંચોJunagadh Heavy Rain : જૂનાગઢમાં ગિરનાર પર આભ ફાટ્યું, ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની પરિસ્થિતિ, જુઓ Video

Read More

Trending Video