Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુની પાર્ટી લોન્ચ થતા જ મંચ પરથી દારૂબંધી મામલે મોટું નિવેદન, રાજેન્દ્રસિંહ રાઠોડની વાતને શંકરસિંહ બાપુએ આપ્યું સમર્થન

December 23, 2024

Shankarsinh Vaghela : ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહેલું છે. આ ત્રણ પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલતું રહેતું હોય છે. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજનેતા શંકરસિંહ વાઘેલા હવે આ રાજનીતિના રણમેદાનમાં નવી પાર્ટીના લોન્ચિંગ સાથે નવા યુદ્ધનું રણશિંગુ ફૂંકી દઈશું છે. રાજનીતિમાંથી રિટાયરમેન્ટના સમયે શંકરસિંહ બાપુએ કમબેક કર્યું છે. ગઈકાલે બાપુએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લોન્ચ કરી. ગઈકાલે તેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકારોથી લઇ અને પ્રમુખ સુધીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તેમાં જ એક નિવેદને ચર્ચાઓ જગાવી છે.

રાજેન્દ્રસિંહ રાઠોડે દારૂબંધીને લઈને શું નિવેદન આપ્યું ?

ગઈકાલે યોજાયેલા પાર્ટીના લોન્ચિંગ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ રાઠોડે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. તેમણે આ નિવેદન દારૂબંધી મુદ્દે આપ્યું. તેમણે કહ્યું કે, રાજ્યમાં દારૂબંધીના કારણે દારૂના ભાવ વધારે છે. દારૂબંધીના કારણે લોકો ખરાબ દારૂ પાઇ છે અને પછી મૃત્યુ પામે છે. ડોક્ટરે મને પણ મેડિકલ કારણોસર દારૂ પીવાનું કહ્યું છે. મારી પાસે તો દારૂની પરમીટ છે. પરંતુ જેની પાસે પરમીટ નથી અને દીવ કે બીજે જઈને દારૂ પીવે છે તે લોકોને ડબલ કિંમત ચૂકવી અને દારૂ પીવો પડે છે. સાથે જ દાહોદ, પંચમહાલના લોકોને દારૂ પીવાની આદત હોય, પણ તેઓ મહુડાનો દારૂ પીવે છે. જે ખુબ સારો હોય. હવે આપણે પણ આ મહુડાનાં ઝાડ રસ્તાની આજુબાજુ લગાવવા જોઈએ. અને તેમની આ વાતને શંકરસિંહ બાપુએ પણ સમર્થન આપ્યું છે.

આ પણ વાંચોAhmedabad : સંસદનો વિવાદ હવે અમદાવાદમાં પહોંચ્યો, બાબાસાહેબની પ્રતિમા ખંડિત, જીગ્નેશ મેવાણીએ ઠાલવ્યો રોષ

Read More

Trending Video