Shankarsinh Vaghela : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપના સંગઠનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. જે બાદ ગુજરાતના દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જયારે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમની સાથે બેઠક કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે મળેલી એ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ફેરફારને લઈને અને ખાસ શંકરસિંહ ભાજપમાં જોડાય શકે છે તેવી ચર્ચાઓએ ખુબ જોર પકડ્યું હતું. પરંતુ આજે શંકરસિંહની વધુ એક મુલાકાતે ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી છે. આજે શંકરસિંહ વાઘેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા. જેની તાજેતરમાં જ અખિલેશ યાદવે ટ્વીટ કરી માહિતી આપી છે. ત્યારે હવે ગુજરાતમાં હવે શંકરસિંહ બાપુ ફરી ચર્ચામાં આવ્યા છે.
गुजरात के पूर्व मुख्यमंत्री श्री शंकरसिंह वाघेला जी के साथ एक आत्मीय मुलाक़ात। pic.twitter.com/iFPgeqdffG
— Akhilesh Yadav (@yadavakhilesh) August 23, 2024
આ પણ વાંચો : Tathya Patel Bail : અમદાવાદ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના જામીન મંજુર, જાણો કેટલા દિવસ માટે આવશે બહાર