Shankar Chaudhry : પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, અજમલભાઈ ચૌધરી પર હુમલા મામલે શંકર ચૌધરી પહેલી વાર બોલ્યા

August 5, 2026

Shankar Chaudhry : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વઢિયાર અને જતોડા પ્રગણાના ચૌધરી સમાજની સામાજિક સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં તાજેતરમાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી કાર્યવાહી અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સભાને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhry)એ જણાવ્યું હતું કે, હુમલાની ઘટનાને લઈને સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.

ન્યાય માટે કમિટીની રચના

શંકર ચૌધરી (Shankar Chaudhry)એ જણાવ્યું કે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે અને સમગ્ર ઘટનાની સતત દેખરેખ રાખી શકાય તે માટે સમાજના આગેવાનોની 10 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. હવે આ મામલે આગળની તમામ કાર્યવાહી કમિટીના નિર્ણય અને માર્ગદર્શન મુજબ કરવામાં આવશે.

આંદોલનથી દૂર રહેવાની અપીલ

સભામાં સમાજના લોકોને હાલ કોઈ પણ પ્રકારની રેલી, વિરોધ પ્રદર્શન અથવા આંદોલન ન કરવા અપીલ કરવામાં આવી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું કે સમાજના આગેવાનો બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે. તેમણે તમામ લોકોને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો.

અફવાઓથી સાવચેત રહેવાની અપીલ

શંકર ચૌધરી (Shankar Chaudhry)એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયો અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરતાં જણાવ્યું કે કોઈ પણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. સમાજના લોકોને વિવેકબુદ્ધિથી કામ લેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોMark Zuckerberg એ અશ્લીલ અને ડીપફેક સામગ્રી મામલે સરકારની માંગી માફી, પીએમ મોદીનો વીડિયો દૂર કરવા મામલે પણ ચાલ્યો વિવાદ

Read More

Trending Video