ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીની ચુપ્પી પર સાધ્યું નિશાન, કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

September 25, 2024

Shaktisinh Gohil : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો (rape incidents) સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે આજે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટુ નિવેદન આપ્યુ છે.

ગુજરાતમાં BJP ના બળાત્કારી નેતાઓ પર શક્તિસિંહનું નિવેદન

આજે શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ગુજરાતમાં ભાજપના બળાત્કારી નેતાઓને લઈને નિવેદન આપ્યુ હતુ શક્તિસિંહે આ મામલે ભાજપને અને પીએમ મોદીને બરાબરાના આડેહાથ લીધા હતા અને તેમની ચુપ્પી પર નિશાન સાધ્યું હતું. તેમણે તાજેતરમાં ગુજરાતમાથી સામે આવેલ દાહોદ, વડોદરા, પાટણના ચાણસ્મામાંની ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાંધ્યું હતુ શક્તિસિંહે આ ઘટનાઓના ન્યુઝ પેપરમાં આવેલા અહેવાલોને દર્શાવ્યા હતા આ સાથે આ કેસમાં જે આરોપીઓ છે તેમના ભાજપ સાથેના ફોટો બતાવ્યા હતા અને તેની માહિતી આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા.

દાહોદની ઘટનાને શક્તિસિંહે વખોડી

શક્તિસિંહ ગોહિલે દાહોદમાં એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ હતુ આ મામલે શક્તસિંહે આરોપીના RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથેના ફોટાઓ તેમજ ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ બતાવ્યા હતા અને આ મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી.

ગુજરાતમાં બનતી ઘટનાઓની મીડિયામાં ચર્ચા કેમ નહીં ?

વધુમાં શક્તિસિંહે કહ્યુ કે, બીજા રાજ્યમાં કોઈ ઘટના બને તો ટીવીમાં મહિનાઓ સુધી સમાચાર ચલાવાવમા આવે છે મીડિયામાં નાની નાની વાતોની ચર્ચા થાય છે શુ 6 વર્ષ ની દિકરી ને બળાત્કાર કરી ને મારી નખવામા આવી એ વાત ટીવી પર લગાતાર ન ચાલવી જોઈએ ? ગુજરાત મા હાલાત એ છે કે ગુંડા બદમાશ ચોર લુચ્ચા લફંગા ભાજપના સભ્ય બની જાય છે અને મોટા મોટા નેતા તેને ખેસ પેરાવી દે છે અને જ્યારે તે પેહરી લે છે તો એવુ થાઈ જાય છે કે જાણે આમને લાઇસન્સ મળી ગયુ હોઈ આવા કામો કરવાનુ.

કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે, આ ઘટનાઓને લઈને કાલે સાવરે 11 વાગે અમદાવાદમા પાલડીથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (Town Hall)સુધી કોંગ્રેસ રેલી કાઢશે. રસ્તાઓ પર પણ આવા ગુંડાઓને જલ્દીથી ફાંસીની સજા મળે અને તેમને બીજેપીની વિચાર ધારની તાલીમ લીધી છે એટલા
તેમને બક્ષવામા ના આવે તે માટે રેલી કાઢવામાં આવશે.

આ પણ  વાંચો :  banaskantha: આદિજાતી કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી દેકડો નીકળવાનો મામલો, રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ

Read More

Trending Video