જે ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય તેવા અમારા નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે : શક્તિસિંહ ગોહિલ

March 7, 2024

Gujarat Congress :  આજથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રા આજથી ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે આ યાત્રા ગુજરાતમાં 4 દિવસ વિવિધ વિસ્તારોમાં ફરશે ત્યારે આ પહેલા બોડેલી ખાતે નિરિક્ષણ કરવા આવેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિશિહ ગોહિલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે ભાજપમા પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવવાને લઈને તેમને કહ્યું હતું કે, રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં આવતી હોવાથી ભાજપ ડરે છે જેથી તેઓ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે.

શક્તિશિહ ગોહિલના ભાજપ પર પ્રહાર

શક્તિશિહ ગોહિલે જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધી કન્યા કુમાંરીથી લઈ કાશ્મીર સુધી પગપાળા ચાલ્યા જે દુનિયાનો એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.રાહુલ ગાંધી ગુજરાતમા આવતા હોવાથી ગુજરાતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારા પ્રભારી સાંસદ પૂર્વ કેન્દ્રિય મંત્રી મુકુલ વાસ્મીકે સવારના 6 વાગ્યાથી આ યાત્રાના રુટનું નિરિક્ષણ કર્યું હતું. તેના ભાગરુપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છે રાહુલ ગાંધીના ગુજરાતમાં આવવાથી ભાજપમાં ડર પેસી ગયો છે તેમને એમ છે કે, અમે જે ગેરંટીઓ આપી હતી તેમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ, બે કરોડ નોકરીઓની વાત કરતા હતા અને જે હતી તેની પણ નોકરી જતી રહી છે.

ખેડૂતની આવક બમણી કરીશું તેવુ કહ્યું હતું તે ગેરંટી તો ફેલ ગઈ આવકતો બમણી થઈ નઈ અને ખેડૂતના ખર્ચા ડબલ થયા, પેપર ફૂટે છે અને બ્રિજ તૂટે છે નાના વેપારી દુઃખી છે. રોજગાર ઈચ્છતા યુવાનને રોજગાર મળતો નથી જે કર્મચારીઓ કામ કરે છે તે ફિક્સ પગારથી પરેશાન છે. આઉટસોસિંગથી પરેશાન છે. જૂની પેન્શન યોજના મળતી નથી.

કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા તેને લઈને શું કહ્યું ?

વધુમાં તેમને કહ્યું કે ભાજપે કામના બદલે કારનામા કર્યા છે એટલે તેઓ એક બાજુ હાથમાં ડર નો દંડો અને બીજા હાથમાં લાલચ ‘આવો અહી આવો તમને કૈક બનાવી દઈ એ’ એમ કરીને કોંગ્રેસના જૂજ નેતાઓને ડર અને લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે. જે ગઈ કાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય જે નગ્ગા ગાંડા સાથે સરખાવતા હોઈ તેવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું જુકાવવું પડે છે ભાજપના નેતાઓને તે બતાવે છે કે તેમને પોતાના બળ પર મત મળે તેવો કોઈ વિશ્વાસ નથી અને ડર છે

જે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું પરંતુ ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ભારત નહીં થાય. મહાત્મા ગાંધીએ કહ્યું હતુ કે ભારતની આત્મા કોંગ્રેસ છે. એટલે આ તો શક્ય ન થુયું પરંતુ આખુ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. આજ બતાવે છે કે એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે. કદાચ આંગળીના વેઢે ગણાય તેવા નેતાઓ આમ તેમ થયા છે પરંતુ ગામડામાં રહેતો શહેરની શેરીયોમાં રહેતો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી. ભાજપ તેને ખરીદી નથી શકતુ.

ઋષિકેશ પટેલને લીધા આડેહાથ

વધુમાં તેમને ઋષિકેશ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે તમારું ઘર સંભાળો કાચના ઘરમાં રહેતા હોય તેને બીજા પર પથ્થર ન ફેંકવો જોઈએ,તમારું સબ સલામત છે તો અમારા નેતા ઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે ? અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોઈ તેને ખેસ પહેરાવીને તેમને ટિકિટ કેમ આપો છો તમારી સાથે વિચારધારાનો કોઈ નાતો ના હોય તેમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે એટલે તમારું સંભાળો રાહુલ ગાંધી ભારત જોડવા નિકળ્યા છે. ભાજપ ભારત તોડવા નિકળી છે. જાતિ, ધર્મ, પ્રાંત, ભાષા જેમ અંગ્રેજો કરતા હતા ભાગલા પાડો અને રાજ કરો તેમ ભાજપ કરી રહ્યું છે રામનો મરે કે રહીમનો મરે મારા મતનું તરભાણુ ભરે આ રીતથી ભાજપ ચાલે છે જ્યારે લોકો તેમને ઓળખી ગયા છે ત્યારે આખુ ભાજપ કોંગ્રેસના સહારે આવવા નિકળ્યુ હોય તેમ હવાતિયા મારે છે.

આ પણ વાંચો :  Rahul Gandhi ની ભારત જોડો ન્યાયયાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરશે, જાણો ન્યાયયાત્રાને લગતી તમામ વિગતો

Read More

Trending Video