Shaktisinh Gohil : કચ્છમાં ગઈકાલે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે હવે જીગ્નેશ મેવાણી પર સવાલો ઉભા થઇ ગયા છે. જેમાં કચ્છ કોંગ્રેસના નેતા કે.એસ.આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને એક IB અધિકારી અને દલિત સમાજની મહિલા બેસવા જતા જાણી જોઈને નેતા ખુરશી ખેંચી લેતા નેતાજી પર સવાલ ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે જીગ્નેશ મેવાણી પર પણ સવાલ ઉભા થયા છે. ખાસ તો આ મહિલા અધિકારી દલિત સમાજના હોવાથી હવે આ મામલો વધારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલે FIR પણ દાખલ કરી દેવામાં આવી છે. પરંતુ હવે આ મામલે સૌથી વધુ જાતિવાદના નામે રાજકારણ ગરમાયુ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે થયેલી ફરિયાદ મામલે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે.
શક્તિસિંહ ગોહિલે ધરપકડ મામલે ખુબ રોષ દાખવ્યો છે. હવે આ મામલે તેમણે કહ્યું કે, IB નું કામ નેતાઓની જાસૂસી કરવાનું નથી, તેમણે તો રાજ્યની આંતરિક સુરક્ષા પર ધ્યાન આપવાનું છે. તમારા અધિકારીઓ જ એક નેતાની પ્રેસ કોન્ફરન્સમાં આવી જાય છે અને તમે એ નેતાઓ પર જ ખોટા કેસ કરો છો. રાજ્યના ગૃહમંત્રીને શું આ પ્રકારનું જાતિવાદી વર્તન સારું લાગે ? ગભરાયેલી ભાજપ સરકાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, ધારસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની જાસુસી કરે છે. અને સાવ ઉપજાવી કાઢેલા ખોટા પોલીસ કેસ કરી રહી છે. તમે જે વ્યક્તિ પર આરોપો લગાવી રહ્યા છે તેના કરેલા કામો તો જુઓ કચ્છમાં મીઠાના અગર માટેની લડાઈ લડી તે સાથે જ અન્ય ઘણી લડાઈમાં તેઓ આગળ રહ્યા છે. તેથી જ મને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે કે પૂરતી તપાસ કરશે અને આ મામલે ન્યાય મળશે.
આ કલમો હેઠળ નોંધાયેલ FIR
ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, આહિરે આ કૃત્ય જાણી જોઈને કર્યું હતું અને તેનો ઈરાદો મહિલા અધિકારીનું અપમાન કરવાનો અને તેની મજાક ઉડાવવાનો હતો, તેમ છતાં તે જાણતો હતો કે તે અનુસૂચિત જાતિ સમુદાયની છે. ભારતીય દંડ સંહિતાની કલમ 121 (સ્વૈચ્છિક રીતે જાહેર સેવકને નુકસાન પહોંચાડવું), 221 (સ્વૈચ્છિક રીતે જાહેર સેવકને નુકસાન પહોંચાડવું) અને 133 (ગંભીર ઉશ્કેરણી સિવાય કોઈપણ વ્યક્તિનું અપમાન) હેઠળ કોંગ્રેસ નેતા સામે કેસ કરવામાં આવ્યો છે ભારતીય દંડ સંહિતા (હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ) હેઠળ નોંધાયેલ.