Shaktisinh Gohil : કચ્છના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

September 4, 2024

Shaktisinh Gohil : ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદથી ઘણા બધા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, સાથે જ લોકોની જાનમાલની ભારે નુકસાની થઇ હતી. લોકો જયારે પૂરના પાણી વચ્ચે ફસાયેલા હતા ત્યારે કોઈ નેતાઓ તેમની મદદ કરવા માટે પહોંચ્યા ન હોતા. હવે પૂરના પાણી ઓસર્યા પછી નેતાઓ લોકોની મદદ માટે પહોંચી રહયા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પુરથી પ્રભાવિત અબડાસા ,અને માંડવી તાલુકાની મુલાકાત લીધી હતી.

કચ્છના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા શક્તિસિંહ

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે કચ્છના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે અબડાસા અને માંડવી તાલુકાના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સાથે વાતચીત કરી હતી. અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે આ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા.

કચ્છમાં શક્તિસિંહે શું કર્યા સરકાર પર પ્રહાર ?

કચ્છના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પછી શક્તિસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ”સરકારની સહાય મુજબ સિમેન્ટથી બનેલા મકાન તૂટ્યા હશે તેજ લોકોને સહાય મળશે. કાચા મકાનો તૂટ્યા હશે તો તેમને સહાય નહિ મળે. રેલવે કોઝ-વેમાં દર વર્ષે પાણી ભરાય છે. સાથે જ ક્યારેક પાણી ભરાવાથી એમ્બ્યુલન્સ પણ નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. જેને લઈને તંત્રએ તેનો ઉકેલ લાવવો જોઈએ. અમારી સરકાર વખતે 1982માં વાવાઝોડું આવ્યું, ત્યારે જે લોકોના કાચા મકાનો તૂટ્યા હોય , તેમને નવા મકાન બાંધી આપ્યા હતા. અને પશુના મૃત્યુ થયા હોય તે બધા લોકોને પૂરતી સહાય આપવામાં આવી હતી. તો અત્યારે પણ સરકારે લોકોને માનવતાના ધોરણે પૂરતી સહાય આપવી જોઈએ.”

સાથે જ પૂરને કારણે ખેતીના પાકોને થયેલ નુકશાનને લઈને પણ શક્તિસિંહે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ગામના લોકો આંબા, દાડમ ,ખારેકની ખેતી વધારે કરે છે. સાથે જ વૃક્ષોની માવજત વધારે કરવી પડે છે. ત્યારે બાગાયત ખેતી કરતા લોકોને વરસાદથી ભારે નુકસાન થયું છે. સરકારે બાગાયત ખેતીના નુકસાનનો સહાયમાં સમાવેશ કર્યો નથી.

શક્તિસિંહે કહ્યું કે સરકાર સમયે મદદ માટે પહોંચી નથી. પરંતુ શું શક્તિસિંહ તમે કે તમારા પક્ષના નેતાઓ શું પૂર વખતે જનતાની મદદે પહોંચ્યા હતા ? પૂર્ણ પાણી ઓસર્યા બાદ જેમ ભાજપ નેતાઓ પહોંચ્યા તેમ તમે પહોંચ્યા છો તો હવે બીજા પર આંગળી ચીંધવાનો શું મતલબ ? સરકાર તમારી નથી પરંતુ તમે સમયે પહોંચ્યા હોત તો જનતા કદાચ આવનાર ચૂંટણીમાં વધારે બેઠકો પર તમને જીત અપાવી હોત, પરંતુ તમે પણ ભાજપ જેવું જ કર્યું. તો હવે જોવાનું રહ્યું કે જનતા ચૂંટણીઓમાં બંને પક્ષને કેવા રંગ બતાવે છે.

આ પણ વાંચોRahul Gandhi ની બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સાથે મુલાકાત, શું હવે આ બંને ખેલાડીઓ રાજકારણમાં કરશે એન્ટ્રી ?

Read More

Trending Video