Shaktisinh Gohil : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

September 1, 2024

Shaktisinh Gohil : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમા મુશળધાર વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં 4 દિવસ ભારે વરસાદ પડ્યો હતો , સાથેજ શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોને જાનમાલની ભારે નુકસાની ગઈ હતી. જયારે પાણીથી શહેર ડૂબી રહ્યું હતું, ત્યારે કોઈ નેતાઓ લોકોની મદદ માટે આવ્યા નહોતા. પણ હવે પાણી ઓસરી ગયા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ લોકોની મદદ માટે જઈ રહયા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે પહોંચ્યા હતા.

જામનગર શહેરના લાલખાણ મદીના મસ્જિદ પાસેના પૂરગ્રસ્ત વિસ્તારની શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી હતી.સાથે જ લોકોની આપવીતી સાંભળી હતી. ત્યારે શક્તિસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, નદીના પાણી લોકોની છત સુધી પહોંચી ગયા હતા. સાથે જ લોકોની જીવનજરૂરિયાતની વસ્તુઓ, અનાજ, કપડાં સહિતની ઘરવખરી પણ તણાય ગઈ હતી. સરકાર તરફથી સહાય મળે તેવા ફોર્મ વહેંચાઈ રહયા છે. તેમાં કોઈનું પશુ તણાઈ જાય તો તેની કોઈ સહાય મળતી નથી. કોઈની ઘરવખરીનો સામાન તણાય તો પણ 2500 અને અનાજ, કપડાં કે ઘરની જીવન જરૂરિયાતની વસ્તુ તણાઈ જાય તો પણ 2500 જ મહત્તમ સહાય ચુકવવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર થયું છે તે લોકોને જ સહાય મળશે બાકી લોકોને સહાય નહિ મળે, આતો પૂરપીડિતો સાથે અન્યાય છે. કહ્યું કે, ”1982માં અમારી સરકાર વખતે જે વાવાઝોડું આવ્યું તેમાં અમે લોકોને જમીન ધોવાની અને લોકોની ગાય કે બકરી કે કોઈપણ પશુ તણાયું હોય તો તેની 100 ટકા સહાય આપેલી તો આ સરકારે પણ લોકોને પૂરતી સહાય આપવી જોઈએ.

Shaktisinh Gohil

સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, નદીની આસપાસ ગેરકાયદેસર બિલ્ડીંગ બાંધવાથી પુરના પાણી શહેરોમાં ઘુસી રહયા છે. ગેરકાયદેસર બિલ્ડીંગને જેણે પરમિશન આપી તે અને પક્ષના ભંડોળમાં પૈસા લઈને આ બિલ્ડીંગ ઉભા કરી શહેરોને ડુબાડવાનું કામ સરકાર કરી રહી છે. તમે કહ્યું એ સાચું છે શક્તિસિંહ કે સરકાર કામ નથી કરી રહી. પરંતુ તમે અને તમારા પક્ષના લોકો અત્યાર સુધી ક્યાં હતા ? કેમ તમે પૂર પાણી ઓસર્યા બાદ ત્યાં પહોંચ્યા ?

આ પણ વાંચોRajkot : રાજકોટમાં ચાર સાધુઓની ટુકડીને લઇ સંત સમુદાય આવ્યો આગળ, મહંત ઇન્દ્રભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રગિરી બાપુએ શું કહ્યું ?

Read More

Trending Video