જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

July 29, 2024

Shaktisinh Gohil attacks BJP : ગોંડલ સર્કિટ હાઉસ (Gondal Circuit House) ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ (Congress) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય બજેટને (budget) ખુરશી બચાવો બજેટ ગણ્યું હતું. તેમજ આ બજેટમાં બિહારના નિતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્ર બાબુને સાચવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા .

શક્તિસિંહ ગોહિલે  ભાજપ પર આકરા પ્રહારો કર્યા

શક્તિસિંહે કહ્યું કે, ગુજરાતમાં અનેકવાર પૂર આવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી નહીં. ઘેડ વિસ્તાર પાણીથી વારંવાર તરબતોળ હોઈ છે.ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વખતે કુદરતી આફતોમાં ખેડૂતોને સંપૂર્ણ મદદ મળતી હતી. ખેડૂતનું દુધાળું પશુ તણાઈ ગયું હોય તો તેને વળતર આપવામાં આવતું હતું. ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હોય તો તેમને આર્થિક મદદ કરવામાં આવતી હતી.વરસાદી પાણીના નિકાલ માટે નગર અને મહાનગરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને પૈસા ખવાઈ જાય છે.શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં લોકોનાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે.

ગેરકાયદેસર પ્રવૃતિઓમાં ભાજપવાળાઓ નીકળે છે : શક્તિસિંહ

વધુમાં તેમણે કહ્યુ કે, દેશ કૃષિપ્રધાન હોવા છતાં ખાતર પર જીએસટી વધારવામાં આવ્યો છે. ટ્રેક્ટર લેવા જાવ તો 16% GST ભરવાનો છે. ખેડૂતોનાં ઓજારો પર પણ GST વસૂલ કરવામાં આવે છે. પ્લેટિનમ અને હીરાના ઝવેરાત પર GST ઘટાડવામાં આવ્યો છે. પ્લેટિનમ પર GST ઘટાડવાથી કોને ફાયદો થવાનો છે તે બધા જાણે છે.જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે.

 જસદણની ઘટનાને લઈને આપી પ્રતિક્રિયા

વધુમાં તેમણે જસદણની ઘટનાને લઈને પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિકતા હોવી જોઈએ.શાળા-કોલેજોમાં બળાત્કારની ઘટનાઓ ખૂબ જ દુઃખદ બાબત છે. સુરતમાં ડ્રગ્સ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઝડપાયો છે. ભાજપના મોટા ગજાના નેતાઓ સાથે ડ્રગ્સ માફિયાના ફોટા વાઈરલ થયા છે. ઊડતા ગુજરાત બનાવવાની પ્રવૃત્તિમાં ભાજપના નેતાઓની સંડોવણી હોય છે.

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી

વધુમાં તેમણે કહ્યુ કે, જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે. આ વર્ષો વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકારે કોઈપણ નક્કર પ્લાન એના માટે બનાવેલો નથી.રોજનું લઈને રોજ ખાનાર વ્યક્તિને કેશડોલ્સની સહાય મળતી હતી અને જમીનોનું ધોવાણ થયું હોય તો સરકારી ખર્ચે પુનઃવસન કરવામાં આવતું હતું. હાલની સરકારે કોઈપણ યોગ્ય વળતરની દરકાર કરેલી નથી. ગુજરાતમાં વરસાદના કારણે થયેલા આ પ્રકારના બધા મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી છે જે માન્ય થઈ ગઈ છે અને સોમવારે ઝીરો અવર્સના ક્રમમાં ત્રીજા નંબર ઉપર રાજ્યસભામાં ઉઠાવશે.

આ પણ વાંચો : vadodara : ઇન્સ્યોરન્સ ઓફિસના AC માં બ્લાસ્ટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત

Read More

Trending Video