Ahmedabad: છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ભાજપ (BJP) કનેક્શન સામે આવ્યુ છે. તાજેતરની વાત કરવામા આવે તો દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે.આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ છે. ત્યારે ગઈ કાલે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ ઘટનાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે, આ ઘટનાઓને લઈને અમદવાદમાં રેલી યોજવામા આવશે અને આરોપીઓને કડકમાં કડક દાખલારુપ સજા થાય તેવી માંગ કરવામા આવશે. ત્યારે આજે આ મામલે અમદાવાદમા પાલડીથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (Town Hall)સુધી કોંગ્રેસ રેલી યોજી હતી અને પીડીતાઓ માટે ન્યાયની માંગણી કરી હતી.
દાહોદની ઘટનાને લઈને કોંગ્રેસે અમદવાદમાં યોજી રેલી
આજે અમદવાદમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમા પાલડીથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (Town Hall)સુધી કોંગ્રેસ રેલી યોજવામા આવી હતી. જેમાં ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા કથળી, મહિલા પર અત્યાચારની સંખ્યા વધી, ભાજપ સુરક્ષિત, અસુરક્ષિત મહિલા સાથેના બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે, કોંગ્રેસ નેતા શહેજાદ ખાન પઠાણ, કોંગ્રેસ નેતા હિંમતસિંહ, જેની ઠુ્મ્મર સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને આ તમામ નેતાઓએ ન્યાય અપાવવા માટેના શપથ લીધા હતા.
દાહોદની ઘટના મામલે શક્તિસિંહે ભાજપ સરકારને લીધી આડેહાથ
આ મામલે શક્તિસિંહે કહ્યું કે, આપણે ઈશ્વર કરતા પણ ગુરુને પ્રથમ સ્થાન આપીએ છીએ અને આ રાક્ષસી માણસ દીકરી પણ દુષ્કર્મની કોશીશ કરે છે અને દીકરી બૂમાબૂમ કરે છે તો તેની હત્યા કરી નાખે છે. આ બાદ પણ મરેલી દિકરીને સાંજ સુધી ગાડીમાં રાખી મુકે છે અને શાળા છુટ્યા બાદ તેની લાશને શાળાની દિવાલ પાસે ગોઠવે છે અને તેનું દફ્તર ક્લાસરુમની બહાર ગોઠવે છે. પોતે ગાડી લઈને ગોધરા જાય છે અને તેને વોશ કરાવે છે જેથી તે પકડાય નહીં આ ગુનાહિત આચાર્યની માનસિકતા જુઓ અને પોતાની જાતને સમાજ સુધારક જણાવે છે. તેના ફેસબુક પર આરએસએસમાં ટ્રેઈનિંગ લીધી હોવાનું અને તેનો પ્રચારક હોવાનું ગણાવે છે. ભાજપની વિચારધારા માટે મતો માંગતો માણસ આ છે ભારતીય જનતા પાર્ટીની સાચી ચાલ , ચરિત્ર અને વિચારધારાઓ.
કોંગ્રેસે કરી આ માંગ
વધુમાં શક્તિસિંહે પીએમ મોદી અને મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યુ કે, પીએમ મોદી ગુજરાતના છે છતા પણ એક ટ્વિટ કર્યુ નથી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંગાળની ઘટના મામલે ટેવિટ કરી તો અહીંયા કેમ નહીં ? અહીં ભાજપની વિચારધારાવાળો માણસ છે એટલા માટે ? દરવખતને જેમ ગુજરાતની ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવે કે, કોઈ ચમરબંધીને છોડીશું નહીં. જોયું છે આપણે કે, ભાજપ વાળાને કોઈ તકલીફ પડતી નથી. ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ મોદી મૌન છે તે સૌને અકળાવે છે.અમારી માંગણી છે કે, આરોપી સામે પોસ્કોની અને 302 કલમ લાગે, તાત્કાલિક કેસ ચાલે અને ફાંસીની સજા થાય.
આ પણ વાંચો : માનહાનિના કેસમાં સંજય રાઉત દોષી, કોર્ટે ફટકારી આટલા દિવસની જેલ, જાણો સમગ્ર મામલો