સિનિયર IPS અભય ચુડાસમાએ નિવૃતિના સમય પહેલા જ આપ્યું રાજીનામું, જાણો હવે ક્યાં ક્ષેત્રમાં જોડાશે

February 4, 2025

IPS Abhay Chudasama Resignation : રાજ્યમાંથી વધુ એક IPS અધિકારીએ રાજીનામું આપ્યું છે. સિનિયર IPS અભય ચુડાસમાએ (IPS Abhay Chudasama) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. ત્યારે નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. તેઓ 1998 બેચ ના IPS અધિકારી છે. અને ઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, રાજીનામું આપ્યાં બાદ હવે હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે.

રાજીનામું આપ્યાં બાદ અભય ચુડાસમા ક્યા ક્ષેત્રમાં જોડાશે

મહત્વનું છે કે, નિવૃત્તિ પછી અભય ચુડાસમા રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું હતું પરંતું ખુદ અભયસિંહ ચુડાસમાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં જાહેરમાં રાજકારણમાં જોડાવાની વાત પર પૂર્ણવિરામ મૂક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, રાજનીતિ મારું ક્ષેત્ર પણ નથી અને હું આવવાનો પણ નથી.પણ નિવૃત્તિ પછી સમાજના શિક્ષણ માટેનું કામ કરીશ.

આ પણ વાંચો : ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે UCC ! રાજ્ય સરકાર આજે કમિટીની કરશે જાહેરાત

Read More

Trending Video