Ahmedabad ના 31 વર્ષીય બ્રેઇનડેડ યુવકનું સ્કીન ડોનેશન, જરુરીયાતમંદને નવજીવન આપવાનો પરિવારનો ઉમદા નિર્ણય

April 13, 2024

Ahmedabad : મૃત્યુ બાદ ચક્ષુદાન તેમજ અન્ય અંગોના દાનની (Organ donation) સાથે હવે સ્કીન ડોનેશન (Skin Donation) અંગે પણ જાગૃતિ આવી રહી છે.  ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) શરૂ થયેલી સ્કીન બેન્કમાં બીજું સ્કીન ડોનેશન આવ્યું છે. અમદાવાદના નરોડામાં (Naroda) રહેતા નીતિનભાઈ ઈશ્વરભાઈ ગાયકવાડને (Nitin Gayakwad) માર્ગ અકસ્માતમાં (Road accident) બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી ટ્રીટમેન્ટ ચાલતી હતી. જો કે ગત રોજ તેમનું અવસાન થતા જરુરીયાતમંદને નવજીવન આપવા માટે નીતિનભાઈનું સ્કીન ડોનેશન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો.

સિવિલ હોસ્પિટલમાં સ્કીન ડોનેશનનો બીજો કિસ્સો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચામડીનું દાન મળવાનો બીજો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નરોડામાં રહેતા 31 વર્ષીય નીતિન ભાઈ ઈશ્વરભાઈ ગાયકવાડના ચામડીના દાનથી જરૂરિયાત મંદોને નવજીવન મળશે. તેમના ચામડીના દાનથી અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે. જેમાં ખાસ કરીને નાના બાળકોને આ સ્કીનદાનથી નવજીવન મળશે. કેમકે આ સ્કિનદાનથી જે બાળક દાઝી ગયું હોચ અથવા કોઈ કારણસર તેની સ્કિન ડેમેજ થઈ હોય તો તેવા કિસ્સામાં આ સ્ટોરેજ કરેલી ચામડીથી તેવા બાળકની 70 ટકા ચામડીની રિકવરી કરી શકાય છે.

નીતિન ગાયકવાડનો પરિચય

નીતિન ગાયકવાડ મુળ મહારાષ્ટ્રના હતા તેઓ હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા હતા. નીતિન ગાયકવાડ અમારા નિર્ભય ન્યુઝ પરિવારમાં કેમેરામેનનું કામ કરતા હતા. પિતા વગરના યુવાન પુત્રના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કીન ડોનેશન કર્યું. આ સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ, સાથે કામ કરતા મીડિયા કર્મીઓ અને પરિવારજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે અશ્રુભીની આંખે શ્રદ્ધાજલી આપી હતી.

સ્કિન બેંક શું છે ?

તમને જણાવી દઈએ કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. જેમાં મૃત્યુ બાદ નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલ હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. સ્કિન ડોનેશનમાં વ્યક્તિની ચામડીનું પડ લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને જે દર્દીની ચામડીનો નાશ થયેલ હોય કે, દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય તેવા સંજોગોમાં આ સ્કિન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો :  મોગલધામ કબરાઉના ઋષિ બાપુએ ભીની આંખે ક્ષત્રિયાણીઓને કહી આ મોટી વાત

Read More