Rajkot: ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી અનેક પ્રકારના કૌભાંડ (scam) સામે આવ્યા છે. ભાજપ સરકારના (BJP government) રાજમાં કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય ત્યારે હવે તો ભ્રષ્ટાચારની હદ થઈ ગઈ છે. ભ્રષ્ટાચારીઓ સ્મશાનના લાકડાને (Cemetery wood) પણ નથી છોડ્યા. આ ચોંકાવનારો કિસ્સો રાજકોટમાથી (Rajkot) સામે આવ્યો છે. જેમાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં પણ કટકી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી છે.
કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં કટકી કરી પોતાના ખિસ્સા ભર્યા
મળતી માહિતી મુજબ રાજકોટ બાપુનગર સ્મશાનમાં કૌભાંડીઓએ RMCના ગાર્ડન શાખાના ચોપડે લાડકા સ્મશાનમાં મોકલ્યા હોવાનું લખીને તે લાકડાને બારોબાર વેચી માર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્મશાન સંચાલકે સ્મશાનમાં લાકડા ન પહોંચ્યા હોવાનો દાવો કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેમાં શાન સંચાલક સંજય વઘાસીયાએ આરોપ લગાવ્યો હતો કે, ગાર્ડન શાખાએ લાકડાની 32 ગાડી સ્મશાનમાં મોકલી હોવાનું ચોપડે નોંધ્યું છે પરંતુ સ્મશાનમાં 50% લાકડા પણ પહોચ્યા નથી. ત્યારે તેમને સવાલ ઉઠાવ્યો હતો કે, મનપાના ગાર્ડન શાખાના ચોપડે તમામ વૃક્ષના લાકડા સ્મશાનમાં મોકલાયા હોવાનું લખવામાં આવ્યું છે. અને જો સ્મશાનમાં લાકડા પહોંચ્યા નથી તો ક્યાં ગયા ? આમ વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા બારોબાર વેંચી માર્યા હોવાનું ખુલ્યું હતું.
વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પાલિકા પર કર્યા પ્રહાર
સ્મશાન લાકડા કૌભાડ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, આ છેલ્લી કક્ષાનો ભ્રષ્ટાચાર છે. વર્ષોથી મહાપાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ પ્રકારે બધું જ ઓહિયા કરી જઈ રહ્યું છે ત્યારે સવાલ તે થાય છે કે, અંતિમ સંસ્કાર માટેના સ્મશાનમાં મોકલવાના લાકડા જે લોકો ખાઈ જાય એ કઈ કક્ષાએ પહોંચી શકે છે.રસ્તામાં ભ્રષ્ટાચાર બાંધકામમાં ભ્રષ્ટાચારને હવે તો સમશાનની અંદર મોકલવાના લાકડામાં પણ ભ્રષ્ટાચાર.ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાન ને પણ છોડવા તૈયાર નથી.
લાકડા કૌભાંડને લઈને ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રતિક્રિયા
ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે કહ્યું કે, તાજેતરમાં જે વરસાદ વરસ્યો તેમાં જેટલા પડી વૃક્ષો પડવાની કમ્પેલ ગાર્ડન શાખા પાસે આવી હતી તેનો નિકાલ કરવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જે અજન્સી નકકી કરવામા આવી હતી. ત્યારે જે મોટા ઝાડો પડવાના કિસ્સામાં તેનો જે નિકાલ સ્મશાનમાં કરવામા આવે છે. અને સ્મશાન તરફથી તેમને એક રસિદ આપવામા આવે છે. તે રિસદ રાજકોટ મહાનગર પાલિકામાં જમા થાય પછી તેનું પેમેન્ટ કરવામા આવે છે. ત્યારે અમને જણાવા મળ્યું છે કે, કેટલાક ઝાડોને સ્મશાન સુધી પહોંચાડવામા આવ્યા નથી. અમે તેને ખુબ ગંભીરતાથી લઈએ છીએ. તમામ ચકાસણી કરવામા આવશે.
આ પણ વાંચો : Haryana Assembly Elections 2024: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો,વધુ એક નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું