Amreli : રાજ્યમાં સરકારી યોજનાઓ (government schemes) સામાન્ય જરૂરિયાત ધરાવતા લોકો સુધી ન પહોંચતી હોવાની ફરિયાદો અવારનવાર મળતી હોય છે. ખાસ કરીને રેશનિંગમાં મળતા અનાજના ઘણાં કૌભાંડો સામે આવ્યા છે જેમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં પણ કૌભાંડીઓ પોતાનો લાભ લેવાનું છેડતા થી ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Amreli માં સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું
અમરેલીના (Amreli) ખાંભામાંથી (khambha) રેશનીંગના સસ્તા અનાજનો જથ્થો જડપાયો છે. મોડી રાત્રીના પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે દરોડા પાડીને રેશનીંગના સસ્તા અનાજનું કૌભાંડ પકડયું હતું. આ દરોડા દરમિયાન રેશનીંગના ઘઉં, ચોખાનો જથ્થો ઝડપાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગત મોડી રાત્રે ખાંભા શહેર માંથી રેશનીંગના સસ્તા અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાતો હોવાની પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે રાત્રિના ખાંભાના બ્લોક બનાવવાના બંધ કારખાના નજીક ત્રાટકયા હતા અને રેશનીંગના ઘઉં, ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો ટ્રકમાં ચોખા અને ઘઉં બારોબાર જતા રહે તે પહેલાં મામલતદાર ખાંભા દ્વારા ચોખા 123 કટ્ટા, ઘઉં 12 કટ્ટા સાથે અઢી લાખનો રેશનીંગનો જથ્થો જડપાઈ ગયો હતો જ્યારે 2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સીઝ કરી દીધો હતો.
ઝડપાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
આ સસ્તા અનાજનું કૌભાંડ જૂનાગઢના વિસાવદરના શખ્સ ફૈઝલ દ્વારા રેશનીંગનો જથ્થો એકત્રિત કરી બારોબાર વેચાણ કરવાનો પર્દાફાશ ખાંભા મામલતદારે કર્યો હતો. ગરીબોના મુખમાંથી કોળિયો છીનવી લેતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી મામલતદાર દ્વારા શરૂ કરવામાં આવી હતી . આ સાથે તમામ ઝડપાયેલો જથ્થો પુરવઠા ગોડાઉનમાં સીઝ કરી દીધો હતો.
આ પણ વાંચો : સૌનો સાથ, બળાત્કાર લૂંટ મારામારી અપહરણ ગુંડાગીર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ : ગોપાલ ઇટાલિયા