SC YouTube Channel Hack: સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, બતાવવામાં આવી રહ્યા છે આવા વીડિયો

September 20, 2024

SC YouTube Channel Hack: સુપ્રીમ કોર્ટની  ( Supreme Court) યુટ્યુબ ચેનલ હેક (YouTube Channel) કરવામાં આવી છે અને તેના પર અમેરિકન કંપની રીપલ લેબ્સ દ્વારા વિકસિત ક્રિપ્ટોકરન્સી XRPનો પ્રચાર કરતા વીડિયો બતાવવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક

મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે . XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ આ યુટ્યુબ ચેનલનો ઉપયોગ બંધારણીય બેંચ સમક્ષ સૂચિબદ્ધ મામલાઓ સાથે સંબંધિત કેસોની સુનાવણીને લાઈવ સ્ટ્રીમ કરવા માટે કરે છે. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ છેલ્લી સુનાવણીનો વિડિયો હેકર્સ દ્વારા ખાનગી બનાવવામાં આવ્યો હતો અને ‘બ્રાડ ગાર્લિંગહાઉસઃ રિપલ રિસ્પોન્ડ્સ ટુ ધ એસઈસીના $2 બિલિયન ફાઈન! ચેનલ પર ‘XRP પ્રાઈસ પ્રિડિક્શન’ નામનો ખાલી વિડિયો લાઈવ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, રિપલે પોતે જ યુટ્યુબ પર તેના સીઈઓ બ્રાડ ગાર્લિંગહાઉસનું ફેક એકાઉન્ટ બનાવવાથી હેકર્સને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ કેસ કર્યો છે.

આ પણ વાંચો :  Kshatriya Mahasammelan : ઘણા લોકોએ હવનમાં હાડકા નાખવનું શરૂ કર્યું હતું… અશ્વિનસિંહ સરવૈયાનું મોટુ નિવેદન

Read More

Trending Video