SC on Demolition : ગુજરાતમાં ‘બુલડોઝર જસ્ટિસ’ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું, આરોપીઓને સજા આપવાનું કામ કોર્ટનું છે

September 13, 2024

SC on Demolition : ગુજરાતના એક વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર જસ્ટિસ’ પર કડક ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ માત્ર એટલા માટે કરી શકાય નહીં કારણ કે તે એક કેસમાં આરોપી છે. આરોપી દોષિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે. કાયદાના શાસનથી સંચાલિત આ દેશમાં, વ્યક્તિની ભૂલની સજા તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરીને અથવા તેનું ઘર તોડીને આપી શકાતી નથી.

સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ આવા બુલડોઝરની કાર્યવાહીને નજરઅંદાજ કરી શકે નહીં. આવી કાર્યવાહી થવા દેવી એ કાયદાના શાસનને બુલડોઝ કરવા સમાન છે. જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ સુધાશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભાટીની કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

જાવેદ અલીએ અરજી કરી

વાસ્તવમાં, ગુજરાતના જાવેદ અલી નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે પરિવારના એક સભ્ય સામે એફઆઈઆરના કારણે તેને મહાનગરપાલિકા દ્વારા મકાન તોડવાની નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મકાન તોડવા પર સ્ટે મુક્યો હતો. કોર્ટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટ તરફથી આવી ટિપ્પણીઓ આવી ચૂકી છે

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પણ બુલડોઝર વડે મકાનો તોડી પાડવાની વાતને ખોટી ગણાવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે કોઈના ઘરને માત્ર એટલા માટે કેવી રીતે તોડી શકાય કે તે આરોપી છે? ભલે તે દોષિત હોય, કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા વિના આ કરી શકાતું નથી. કોર્ટની આ ટિપ્પણીને વિરોધ પક્ષોએ આવકારી હતી.

આ પણ વાંચોArvind Kejriwal Bail : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, 156 દિવસ પછી જેલમાંથી છૂટવાનો માર્ગ મોકળો

Read More

Trending Video