SC અને OBC ના આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિએ વિરુદ્ધ પોલીસને કરી રજૂઆત, નૌકાબેનનું રાજીનામુ માંગ્યું

January 29, 2025

Naukaben Prajapati controversial statement : બનાસકાંઠામાં (Banaskantha) પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ (Naukaben Prajapati) વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ જેના કારણે વિવાદ શરુ થયો છે. નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. નૌકા પ્રજાપતિનો મોટાં ભાગનો સમાજ OBC અનામતનો લાભ લઈ રહ્યો છે.તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે ત્યારે તેમના આ નિવેદન પર ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે, હવે નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

SC અને OBC ના આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિએ વિરુદ્ધ પોલીસને કરી રજૂઆત

મળતી માહિતી મુજબ નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનને લઈને અનુસૂચિત જાતિ અને OBC  સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ ભાભરના મામલતદારને આવેદપત્ર આપી પોલીસને લેખિત રજૂઆત કરી છે.

નૌકાબેન પ્રજાપતિના ભાજપમાંથી રાજીનામાની માંગ

મહત્વનું છે કે, નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદન પર માફી માંગી હોવા છતાં ભાભરમાં અનામતનો લાભ લેતા લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. લોકો તેમને માફ કરવા તૈયાર નથી. આવેદન પત્રો દ્વારા નૌકાબેન પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. નૌકાબેન પ્રજાપતિના આ નિવેદનથી તેમને તો નુકસાન થવાનું જ પરંતુ જો આ મામલે ભાજપ પણ કોઈ પગલા નહીં ભરે તો ભાજપને પણ લોકોના રોષનો ભોગ બની શકે છે ત્યારે હવે જોવું રહેશે કે, ભાજપ આ અંગે કોઈ સ્પષ્ટતા કરીને પગલા ભરે છે કે નહીં…

આ પણ વાંચો :  રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ગંભીર આક્ષેપ કરતો લેટર વાયરલ, અલ્પેશ ઢોલરીયા, હર્ષ સંઘવી, ભરત બોઘરા, સંગઠન મહામંત્રી રત્નાકરના નામનો ઉલ્લેખ

Read More

Trending Video