Savarkundla : ગુજરાતમાં વધુ એક શિક્ષક BLOની કામગીરીથી ત્રસ્ત, સાવરકુંડલાના શિક્ષકે આપી દીધી લેખિતમાં ચીમકી

November 25, 2025

Savarkundla : ગુજરાતમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. એટલે કે સરકાર હાલ મતદાર સુધારણા યાદી માટે શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓને BLO તરીકે નીમ્યા છે. અને જેના માટે કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. આ પહેલા અંદાજે 3 થી 4 BLOના મોત થયા છે. અને તેના જ કારણે હવે રાજ્યમાં શિક્ષકો રોષે ભરાયા છે. ત્યારે હવે વધુ એક શિક્ષક જેને SIRની કામગીરી સોંપવામાં આવી છે. તેણે હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. અને ચીમકી આપી દીધી છે.

અમરેલીના સાવરકુંડલાના સિમરણ પ્રાથમિક શાળાના શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરીયાએ લેખિતમાં ચીમકી આપી છે. BLO ની કામગીરીથી ત્રસ્ત થઈને કામગીરીમાંથી મુક્ત કરવા અથવા રાજીનામું આપવાની ચીમકી આપી છે. વ્હેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી કામનું ભારણ હોવાથી નિરાશ થયેલા શિક્ષકે ચીમકી આપી છે. જબરજસ્તીથી ઓર્ડર કરેલ હોય આથી કંટાળી રાજીનામુ આપવાની શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરીયાએ ચીમકી આપી છે. BLO ની કામગીરીથી આત્મહત્યાની ઘટનાઓ ઘટી હોય મારા જીવ પર જોખમ ઊભું થશે એની જવાબદારી સક્ષમ અધિકારીની રહેશે. સાવરકુંડલા પ્રાંત કલેક્ટર અને મામલતદારને લેખિતમાં શિક્ષકે ચીમકી આપી.

Savarkundla

આ પણ વાંચોEthopia Volcano : ઇથોપિયામાં હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટતા રાખથી આકાશ ઘેરાયું, ભારતના આ રાજ્યો પર જોવા મળી તેની અસર

Read More

Trending Video