સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટેના નિયમો અંગેની એક માહિતી પત્રક ચર્ચામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં રહેવા માટેના શિસ્તના નિયમો જણાવવામાં આવ્યા છે. જેમાં હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ અને વિદ્યાર્થીનીઓને મર્યાદામાં કપડા પહેરવા માટે કહેવામાં આવ્યું છે.
ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ!
યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ અલગ હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર થયો જેમાં 7માં ક્રમના નિયમ ચર્ચાનો વિષય બન્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ડાઈનિંગ અને પ્રાર્થના હોલમાં વિદ્યાર્થિનીએ યોગ્ય પોશાક પહેરવાનો રહેશે. ટૂંકા વસ્ત્રો પહેરવાના રહેશે નહી. આ સિવાય વિદ્યાર્થીનીઓ ઈલેક્ટ્રિક સાધનોનો પણ ઉપયોગ કરી શકશે નહી તેવું જણાવવામાં આવ્યું છે.