Saurashtra Heavy Rain : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદે હાલ તો મધ્ય ગુજરાતમાં વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra Heavy Rain) પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લામાં માત્ર 24 કલાકમાં અધધ 12 ઈંચથી વધુ, જામનગર (Jamnagar) જિલ્લામાં 11 ઈંચથી વધુ અને પોરબંદર (Porbandar) જિલ્લામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જામનગર તાલુકામાં 15 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 11 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા 9 ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.
જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં 7 ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં 5 ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ, 27 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ ૯૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના 80 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 250 તાલુકામાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
Jamnagar Heavy Rain : જામનગરમાં આભ ફાટ્યું જુઓ આકાશી દ્રશ્યો#Jamnagar #HeavyRain #RainfallinGujarat #nirbhaynews #viralreels pic.twitter.com/HCwlERgtuY
— Nirbhaynews (@nirbhaynews1) August 28, 2024
ફસાયેલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ
જામનગરના બેડટોલ નાકા પર પાણીના પ્રહાવમાં ફસાયેલ લોકોનું જીવના જીખમે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જામનગર પોલીસના જવાનોએ બે લોકોનો ધસમસતા પાણીના પ્રહાવ વચ્ચે જીવ બચાવ્યા.
Jamnagar : બેડટોલ નાકા પર પોલીસના જવાનોએ જીવના જોખમે કર્યું દિલધડક રેસ્ક્યુ#Jamnagar #HeavyRain #RainfallinGujarat #HeavyRainfall #Nirbhaynews pic.twitter.com/h584xZtYw5
— Nirbhaynews (@nirbhaynews1) August 28, 2024
રાજ્યમાં મોસમનો કેટલા ટકા વરસાદ વરસ્યો ?
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર કરીને 105 ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 125 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 116 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 102 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 84 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Valsad Rape Case : વલસાડમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, આગ લગાવવામાં આવી