Saudi Arab : સાઉદી અરેબિયામાં 14 હજયાત્રીઓના થયા મોત, 2500 જેટલા લોકોની તબિયત લથડી, જાણો એવું તો શું થયું ?

June 17, 2024

Saudi Arab : સમગ્ર વિશ્વમાં બકરીઈદનો (Eid 2024) તહેવાર મનાવવામાં આવી રહ્યો છે પરંતુ સાઉદી અરેબિયામાં ( Saudi Arabia) આ તહેવારનો શોક મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં મક્કામાં (Makka) પવિત્ર હજ યાત્રા (હજ 2024) ચાલી રહી છે. પરંતુ બકરીદ પર, સાઉદી અરેબિયામાં હજ યાત્રા માટે ગયેલા 14 લોકોના મોત થયા છે, જ્યારે 17 હજ યાત્રીઓ હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ગુમ થયેલા લોકો હજુ સુધી મળ્યા નથી. આવી સ્થિતિમાં કોઈ અપ્રિય ઘટનાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા 14 લોકોના મોત

સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા 14 લોકોના મોત થયા છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મૃત્યુ ભારે ગરમીને કારણે થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતક હજ યાત્રીઓ જોર્ડન અને ઈરાનના હોવાનું કહેવાય છે. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી પેટ્રા અનુસાર, જોર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું કે 14 લોકોના મોત ઉપરાંત 17 લોકો ગુમ છે. મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે હીટસ્ટ્રોકના કારણે 6 લોકોના મોત થયા છે. ગુમ થયેલા 17 લોકોની શોધખોળ ચાલુ છે અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જોર્ડન લાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયામાં ખૂબ જ ગરમી છે અને તે દરમિયાન, મક્કામાં ગયા શુક્રવારે સાંજે હજની શરૂઆત થઈ ગઈ છે.

સાઉદી અરેબિયામાં 40 ડિગ્રીને પાર તાપમાન

 મહત્વનું છે કે,  દર વર્ષે હજ યાત્રા દરમિયાન લાખો મુસ્લિમો સાઉદી અરેબિયા આવે છે અને મક્કા અને મદીનાની મુલાકાત લે છે. હજ એ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનું એક છે. મુસ્લિમ સમુદાયમાં એવું કહેવામાં આવે છે કે મક્કા અને મદીના ખૂબ જ પવિત્ર સ્થાનો છે અને તમામ મુસ્લિમોએ ઓછામાં ઓછા એક વખત હજની મુલાકાત લેવી જોઈએ. ત્યારે  આ વર્ષે હજ 14 જૂનથી શરૂ થઈ હતી અને 19 જૂન સુધી ચાલશે. દુનિયાભરમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. ત્યારે  સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે.

સાઉદીના હવામાન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે મક્કા શહેરમાં તાપમાન 47 ડિગ્રી અને મિના શહેરમાં 46 ડિગ્રીએ પહોંચી ગયું. આ વર્ષે હજ યાત્રા માટે ઓછામાં ઓછા 1.8 મિલિયન મુસ્લિમો ભાગ લઈ રહ્યા છે. ઘણી બધી ધાર્મિક વિધિઓ બહાર અને પગપાળા કરવામાં આવે છે, જેના કારણે વૃદ્ધોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગયા વર્ષે પણ સેંકડો લોકોના મોત થયા હતા

ગયા વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 240 લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. જો કે તેમના મૃત્યુ પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી. સાઉદીના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે ગયા વર્ષે ગરમી સંબંધિત બીમારીના 10,000 કેસ નોંધાયા હતા, જેમાંથી 10% હીટસ્ટ્રોકના કેસ હતા.

દર વર્ષે, સાઉદી અરેબિયા મક્કાના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે મોટી વ્યવસ્થા કરે છે, પરંતુ ભારે ભીડ અને તીવ્ર ગરમીના કારણે હાજીઓ અને પોલીસ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Gujarat Politics : GIDC ના અબજોના કૌભાંડના કોંગ્રેસના આરોપ પર સરકારે શું આપ્યો જવાબ ?

Read More

Trending Video