Kolkata: કોલકત્તાની (Kolkata) આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની (Sandeep Ghosh) મુસીબતો અત્યારે ઓછી થતી જણાતી નથી. ડૉ.સંદીપ ઘોષ હાલ CBI કસ્ટડીમાં છે. કોલકત્તા હાઈકોર્ટે (Kolkata High Court) પણ સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પિટિશન દાખલ કરી હતી, પરંતુ ડૉ.સંદીપ ઘોષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે
કોલકત્તા રેપ-મર્ડર કેસમાં સંદીપ ઘોષને ઝટકો
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને સીબીઆઈને તપાસની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે, સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન કોલકાતા હાઈકોર્ટે નાણાકીય ગેરરીતિઓની તપાસ SIT પાસેથી CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. આરજી કાર હોસ્પિટલના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અખ્તર અલીએ સંદીપ ઘોષ વિરુદ્ધ સંસ્થામાં અનેક કેસોમાં નાણાકીય અનિયમિતતાની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કરતા શું કહ્યું ?
ભૂતપૂર્વ પ્રિન્સિપાલ વતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કલકત્તા હાઈકોર્ટે ભ્રષ્ટાચારની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપતા પહેલા તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. હાઈકોર્ટે હોસ્પિટલમાં બળાત્કારની ઘટનાને ભ્રષ્ટાચાર સાથે બિનજરૂરી રીતે જોડતી ટિપ્પણી પણ કરી હતી.સંદીપ ઘોષ તરફથી હાજર રહેલા વકીલની માંગ હતી કે બાયોમેડિકલ વેસ્ટ સંબંધિત ભ્રષ્ટાચારની તપાસને બળાત્કાર અને હત્યા કેસની તપાસથી અલગ કરવી જોઈએ.ત્યારે આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ સીબીઆઈને નહીં કહે કે તપાસ કેવી રીતે કરવી. હાઈકોર્ટે પીઆઈએલ પર સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. એમાં તમારો પક્ષ સાંભળવો જરૂરી ન હતો. કોલકાતાની આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પક્ષકાર બનવા માટે લાયક નથી.
સંદીપ ઘોષ વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાયો છે ગુનો
તમને જણાવી દઈએ કે કોલકાતા પોલીસ પહેલા આની તપાસ કરી રહી હતી. 19 ઓગસ્ટે પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં ખાબક્યો