સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાણંદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય થયો છે. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાણંદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય થયો છે. સાણંદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરી તેમના કોઈ પણ નિમંત્રણનો સ્વિકાર નહી કરવાનો અને તેમના ધર્મ સ્થાનો પર કોઈ પણ પ્રલોભનો આપે તો પણ નહી જવાની પ્રતિજ્ઞા લીધી છે.
શું છે વિવાદ
સુપ્રસિદ્ધ તિર્થધામ સાળંગપુર ખાતે બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) ની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા વિવાદિત ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો અને હિંદૂ સંગઠનોમાં રોષ છે. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શવવામાં આવ્યા જેને લઈને પહેલા સોશિયલ મીડિયા રોષ ભભુક્યો હતો જે રોષની જ્વાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
હનુમાન ભક્ત સામે ફરિયાદ
ગઇકાલે સાળંગપુર ખાતે હનુમાન ભક્ત દ્વારા લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો અને તોડફોડ કરી હતી જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે હર્ષદભાઈ ગઢવી, જેસિંગભાઈ ભરવાડ અને બળદેવભાઈ ભરવાડ વિરૂદ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.