Gondal: રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી (Gondal Nagrik Bank election ) માટે ગઈ કાલે મતદાન થયુ હતુ જે બાદ સૌ કોઈની નજર તેના પરિણામ પર હતી કારણ કે આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ( Jayraj Singh Jadeja) અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના (MLA Geetaba Jadeja) પુત્ર ગણેશ ગોંડલ ( Ganesh Gondal) જેલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે આખરે સૌની આતુરતાનો અંત આવ્યો છે. આખરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં જેલમાં લડેલા ગણેશ જાડેજા ( ગોંડલ ) સહિત ભાજપના 11 ઉમેદવારોનો વિજય થયો છે. અને કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે ગણેશ જાડેજા સહિત બીજેપીના ઉમેદવારોની જીત થતાં આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલ સહિત ભાજપની પેનલનો વિજય
આશરે 500 કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલમાં ફરી એક વાર જયરાજસિંહનો દબદબો જોવા મળ્યો છે. જેલમાં હોવા છતા ગણેશ ગોંડલ જંગી બહુમતીથી જીત મેળવી છે. જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ જાડેજા વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કર્યા હતા તે સફળ થયા છે.આ ચૂટણી ગણેશ ગોંડલ માટે ખુબ મહત્વની હતી જયરાજસિંહના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઇ માનવામાં આવી રહી હતી. ત્યારે હવે કહી શકા કે, ગણેશ ગોંડલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સાથે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે ગણેશ જાડેજા જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતી છે તે વિરોધીઓને મોટો સંદેશ છે.
સમર્થકોએ ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી કરી ઉજવણી
આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના તમામ 11 ઉમેદવારનો જંગી લીડ સાથે વિજય થયો છે.નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાનાં જંગ સમી બની હતી. ત્યારે ગણેશ ગોંડલની જીત થઈ છે તો કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલની ધોબી પછડાટ સાથે કરારી હાર થઇ છે.આ ચૂંટણીમાં ભાજપની જીત થતા સમર્થકોએ ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.
ભાજપ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યા ?
અશોક પીપળીયા – 6327
હરેશ વાડોદરીયા – 6000
જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) – 5999
ઓમદેવસિંહ જાડેજા – 5947
કિશોર કાલરીયા – 5795
પ્રહલાદ પારેખ – 5767
પ્રમોદ પટેલ – 5690
પ્રફુલ ટોળીયા – 5481
ભાવના કાસોંદરા – 6120
નીતા મહેતા – 5893
દિપક સોલંકી – 5738
કોંગ્રેસ પ્રેરીત પેનલ
કોંગ્રેસ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યા ?
યતિષ દેસાઈ -3527
કલ્પેશ રૈયાણી – 3095
લલીત પટોળીયા – 3063
જયદીપ કાવઠીયા – 3031
સંદીપ હીરપરા – 2892
રમેશ મોણપરા – 2875
વિજય ભટ્ટ – 2807
કિશોરસિંહ જાડેજા – 2800
ક્રીષ્ના તન્ના – 3335
જયશ્રી ભટ્ટી – 3011
જયસુખ પારઘી – 2868