Sabarmati Express Train Accident : દેશમાં દિનપ્રતિદિન ટ્રેન અકસ્માતની (Train Accident ) ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે દેશમાં વધું એક ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. વારાણસીથી (Varanasi)અમદાવાદ (Ahmedabad) તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના ટ્રેનને (Sabarmati Express Train) અકસ્માત નડ્યો છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. અકસ્માતની ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું છે.
સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા
પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાતે લગભગ 2:30 વાગ્યે સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ઉતરી પડવાની ઘટના બની હતી. જેમાં ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક વિભાગમાં પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી.
#WATCH उत्तर प्रदेश | कानपुर और भीमसेन स्टेशन के बीच ब्लॉक सेक्शन में ट्रेन संख्या 19168, साबरमती एक्सप्रेस पटरी से उतर गई।
अभी तक घटनास्थल से किसी के घायल होने की सूचना नहीं मिली है। pic.twitter.com/4lv20YAEfO
— ANI_HindiNews (@AHindinews) August 17, 2024
કેવી રીતે સર્જાયો અકસ્માત
ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની હતી. જો કે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાને પગલે રેલવે કર્મીઓનો સ્ટાફ ઘટનાસ્થળેદોડી આવ્યો હતો.
#WATCH कानपुर, उत्तर प्रदेश: ADM सिटी कानपुर राकेश वर्मा ने कहा, “…22 बोगियां पटरी से उतर गई हैं लेकिन कोई घायल नहीं हुआ है। सभी यात्रियों को बसों द्वारा स्टेशन भेजा जा रहा है, मेमो ट्रेन भी आ रही है…अच्छी बात है कि किसी भी प्रकार की कोई जनहानि नहीं हुई है…” https://t.co/lFuhuqDWMy pic.twitter.com/5MfZAdMyFz
— ANI_HindiNews (@AHindinews) August 17, 2024
અન્ય ટ્રેનોની અવર જવરને થઈ અસર
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ઘટનાને પગલે ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
उत्तर प्रदेश | बसें मौके पर पहुंचीं और यात्रियों को कानपुर ले गईं।
कानपुर तक यात्रियों की सुविधा के लिए 8 कोच वाली मेमू रेक 5:21 बजे मौके पर रवाना हुई।
(सोर्स- भारतीय रेलवे) https://t.co/lFuhuqDWMy pic.twitter.com/wHFrjPR0iH
— ANI_HindiNews (@AHindinews) August 17, 2024
મુસાફરોને બસો દ્વારા સ્ટેશન પર મોકલવામાં આવ્યા
એડીએમ સિટી કાનપુર રાકેશ વર્માએ જણાવ્યું હતું કે, “…22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે પરંતુ કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા સ્ટેશન પર મોકલવામાં આવી રહ્યા છે, મેમો ટ્રેન પણ આવી રહી છે. તે સારી વાત છે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી”
આ પણ વાંચો : Kolkata Doctor Rape Case: કોલકત્તા કાંડ મામલે હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરુ કરી પદયાત્રા