sabarkantha: હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રહ્યા હાજર

August 15, 2024

Himmatnagar : આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં નેતાઓ અને મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગર (Himmatnagar) ખાતે જિલ્લા કક્ષાનો 78 મો સ્વાતંત્રતા પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં હિંમતનગર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં (Police Head Quarters) કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરના (Kuber Dindor) હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

Independence Day 2024:Himmatnagar

હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી

મળતી માહિતી પ્રમાણે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે હિંમતનગર ખાતે યોજાયેલ સ્વાતંત્ર પર્વના પ્રસંગે સાબરકાંઠા એસ.પી વિજય પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લાના તમામ ડી.વાય.એસ.પી તમામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને તમામે તમામ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ તથા હોર્સ રાઇડિંગ વગેરે અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી ડી ઝાલા. ધારાસભ્ય રમણલાલ વોરા. તથા શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Independence Day 2024:Himmatnagar

પોલીસ અધિકારીઓને કરાયા સન્માનિત

આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેવી રબારી અને ખેડબ્રહ્મા 108 લોકેશનના પાયલોટ મહેન્દ્રસિંહ હડીયલને પણ સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત પણ કરાયા હતા.

આ પણ વાંચો : Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીને પાછળની લાઈનમાં બેસાડવા પર હોબાળો, રક્ષામંત્રાલયે આપ્યો આ જવાબ

Read More

Trending Video