Sabarkantha : ગુજરાતમા અવાર નવાર માર્ગ અકસ્માતની (road accidents) ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સાબરકાંઠામાં (Sabarkantha) ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટના હિંમતનગરમાં (Himmatnagar) સહકારી જીન પાસે સર્જાયો હતો.
હિંમતનગર – શામળાજી હાઈવે પર ગોઝારો અકસ્માત
મળતી માહિતી મુજબ હિંમતનગર – શામળાજી હાઈવે પર ઈનોવા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે આ દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
તમામ મૃતકો અમદાવાદના રહેવાસી
આ અકસ્માતને પગલે હિંમતનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Amreli: ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા નેતા પોતે કેવી રીતે ભરાયા? જાણો શું છે સમગ્ર મામલો