S T નિગમના કર્મચારીઓ માટે GOOD NEWS, અંતે કર્મચારીઓના પ્રશ્નોનું આવ્યું નિરાકરણ

રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

October 27, 2023

ગુજરાતના એસ.ટી નિગમના (GSRTC) કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ST નિગમના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મીઓને દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે.

ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય

ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યો છે. ગત મોડી રાત્રે ગાંધીનગર ખાતે વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી સાથે એસ.ટી નિગમના વિવિધ યુનિયનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ST નિગમના કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં વહીવટી, નાણાકીય મુદ્દે સમાધાન થયું છે.

બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હસો ચૂકવાશે. તેમજ ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મંગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.

Sarita 1 2023 10 27T105007.368

લાંબા સમયથી હતી માગ

ઉલ્લેખનીય છે કે, ST નિગમના કર્મચારી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માંગ કરવામા આવી રહી હતી, ત્યારે એસ.ટી નિગમના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી હતી.

ST કર્મીઓનુ માસ CL પર જવાનું મોકૂફ

આવનારી તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉરવાના હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાતા ST કર્મીઓનુ માસ CL પર જવાનું મોકૂફ રખાયું છે.

Read More

Trending Video