S.K. Nanda Passed Away:ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદાનું 68 વયની ઉંમરે હાર્ટ એટેકના કારણે અમેરિકામાં નિધન થયુ છે. જાણકારી મુજબ એસ કે નંદા તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.જ્યાં તેઓનું હાર્ટ એટેક આવવાને લીધે નિધન થયું હતું.
ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન
ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા.પોલિટિકલ સાયન્સ સાથે એમએ થયેલા ડો. નંદા 1978માં સરકારી નોકરીમાં જોડાયા હતા. શરૂઆતમાં તેઓએ ડાંગમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને કલેક્ટરની નોકરી કરી હતી. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થયું હતું.
એસ.કે. નંદા કોણ હતા ?
1978 બેચના અધિકારી એસકે નંદાએ ફિલ્ડ લેવલે ડાંગ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લાઓમાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમજ 1984માં પાણીની અછત, 1985-86માં દુષ્કાળની પરિસ્થિતિ અને આપત્તિઓના સમયમાં તેમણે આરોગ્ય, જળ, કાયદો અને વ્યવસ્થા, પર્યાવરણ તેમજ વનીકરણ ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે.તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા કે જે લોકોની માટે ખુબ ઉપયોગી હતા. આ સાથે રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં કોમ્યુનિકેશન ન હતું ત્યાં હેમ રેડિયો સિસ્ટમનો તેમણે આવિશ્કાર કર્યો હતો.આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે.