ગાંધીનગરમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જોતા ભાજપ હચમચી? Rutvij Patel ની તાત્કાલિક પ્રતિક્રિયા આવી

કોંગ્રેસના જનમંચ પર હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા ઋત્વીજ પટેલની પ્રતિક્રિયા

October 6, 2023

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે TAT-TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. જેમાં ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ આ વિરોધમાં કોંગ્રેસ નેતાની સાથે જોડાયા હતા. કોંગ્રેસના જનમંચ પર હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા ત્યારે આ મુદ્દે  ભાજપ નેતા ઋત્વીજ પટેલની (Rutvij Patel) પ્રતિક્રિયા સામે આવી છે.

Gujarat Congress JanManch on Gyan Sahayak Scheme
Gujarat Congress JanManch on Gyan Sahayak Scheme

ભાજપ નેતાએ વીડિયો શેર કરી કહ્યું કે, જ્ઞાન સહાયક મુદ્દે કોંગ્રેસ વિના કારણે ગજવી રહી છે. જ્ઞાન સહાયક એક વૈકલ્પિક વ્યવસ્થા છે. ગુજરાત સરકાર પહેલા પણ કાયમી ભરતી કરી રહી અને અત્યારે પણ પારદર્શક અને કાયમી ભરત કરી રહી છે અને ભવિષ્યમાં પણ સમયપત્રક પ્રમાણે નિયત સમયમાં ભરતી કરશે. આ સિવાય તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.

Read More