Russia Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ઓછામાં ઓછા 26 લોકો ઘાયલ થયા એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હુમલાના થોડા કલાકો પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીના નિવેદન મુજબ બંને નેતાઓએ યુક્રેનના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા, સંયુક્ત શસ્ત્રોના ઉત્પાદન અને યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી.
પત્રકારો દ્વારા ઝેલેન્સકી સાથેની તેમની ફોન વાતચીત વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું “મને લાગે છે કે અમારી વચ્ચે ખૂબ સારી વાતચીત થઈ.” યુદ્ધને સમાપ્ત કરવા વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું “મને ખબર નથી. હું તમને કહી શકતો નથી કે તે થશે કે નહીં.” અમેરિકાએ યુક્રેનને કેટલીક લશ્કરી સહાય અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે, જેમાં મહત્વપૂર્ણ હવાઈ સંરક્ષણ મિસાઇલોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના યુરોપિયન સહાયક દેશો વિચારી રહ્યા છે કે તેઓ આ ખાલી જગ્યા કેવી રીતે ભરી શકે.
ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન તેના સ્થાનિક શસ્ત્ર ઉદ્યોગને વિકસાવવાની યોજના ધરાવે છે, પરંતુ તેમાં સમય લાગશે. અધિકારીઓના મતે, સાત કલાક સુધી ચાલેલા કિવ પરના ભીષણ હુમલાથી રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ થયો. ઝેલેન્સકીએ કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ રાત હતી. રશિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ રાત્રે યુક્રેન પર 550 ડ્રોન અને મિસાઇલો છોડ્યા. આમાંથી મોટાભાગના શાહેદ ડ્રોન હતા. રશિયાએ પણ 11 મિસાઇલો છોડ્યા. શુક્રવારે ફોન પર થયેલી વાતચીત અંગે ઝેલેન્સકીએ કહ્યું કે તેમણે ટ્રમ્પ અને અમેરિકન લોકોને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને સતત સમર્થન બદલ અમેરિકાનો આભાર માન્યો.
આ પણ વાંચો:પાકિસ્તાન હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા તૈયાર, Bilawal bhuttoનું મોટું નિવેદન