રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સમાચાર એક ટેલિગ્રામ ચેનલ પરથી આવ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિને આવ્યો હાર્ટ એટેક
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમાચાર ટેલિગ્રામ ગ્રુપ જનરલ એસવીઆર દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ સંસ્થાએ દાવો કર્યો છે કે, પુતિન રવિવારે સાંજે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. સવારે તેઓ તેમના બેડરૂમમાં જમીન પર બેભાન હાલતમાં મળ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
હાલ તબિયતમાં સુધારો
જાણકારી મુજબ સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો છે. જો કે હાલ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
રાષ્ટ્રપતિ પુતિનની તબિયત નાજુક
તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની તબિયત નાજુક જોવા મળી રહી છે. અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ પુતિન કેન્સર સહિત અન્ય ઘણી બીમારીઓથી પીડિત છે.