Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Loksabha Election) નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ચાલી છે. ત્યારે કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia), અંબરીશ ડેર (Abrish Der) અને મુળુભાઈ કંડોરીયા (Mulu Kandoria) તો ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput) નું નામ પણ ગઈકાલથી ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલથી આ અફવાઓએ જોર પકડ્યું હતું અને આજે ગુલાબસિંહ રાજપૂતના ટ્વિટર પોસ્ટ બાદ આ આફવાનો અંત આવ્યો છે.
રાજકીય જીવનનો પ્રારંભ કર્યો ત્યારેથી સત્તા મેળવી ને જ લોકસેવા કરવી તેવો ઈરાદો,લક્ષ્યાંક કે હેતુ ક્યારેય મનમાં આવવા નથી દીધો….
રાજકીય જીવનમાં બે રસ્તા હોય છે સંઘર્ષ કરો અથવા સગવડ મુજબ શરણાગતિ સ્વીકારી લો…ખૂબ સભાનતાપૂર્વક કહું તો મે સંઘર્ષનો રસ્તો પસંદ કરેલ છે.
ઘણા ચમરબંધ… pic.twitter.com/qbQ2AKB2sr— Gulabsinh Rajput (@GulabsinhRajput) March 5, 2024
ગુલાબસિંહ રાજપૂતે આ અફવાઓને રદિયો આપવા પોતાના X એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું કે, “ઘણા ચમરબંધ સામે ઘણાખરા રાજકીય વ્યક્તિઓના સ્વહિત અર્થે માથા નમતા હોય છે ત્યાં મારો પગ પણ નાં હોય તે મને થરાદ નાં યુવાન,વડીલ, સહિત તમામ પ્રજાજનોને મારી ખાતરી છે..આ વિસ્તારમાં સતત સારા નરસા પ્રસંગમાં સહભાગી થઈ એક એક નાનકડા પ્રશ્નને ને દિલમાં લઈને બેઠો છું ..દરેકે દરેક પ્રશ્નને ઊર્જાનું અંતિમ બુંદ બચેલું હશે ત્યાં સુધી પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશ. ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં આ વિસ્તારના પાયાના પ્રશ્નનો ને હલ કરવા સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય તેવા પ્રયત્નો સાથે સંઘર્ષના રસ્તે કાર્યરત રહીશ….હુ કોગ્રેસ પાર્ટી સાથે છુ અને કોગ્રેસમાંજ રહીશ..મિડીયાનાં મિત્રો ને આગ્રહભરી વિનંતી કે અફવા કે પ્રાયોજિત સમાચારોને વેગ આપતા પૂર્વે મારી સાથે સંવાદ કરે..”
તેમને વીડિયોમાં કહ્યું કે, કોંગ્રેસનું મનોબળ તોડવા આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેમણે મીડિયાને પણ કહ્યું કે આ પફરકારની અફવાઓ ન ફેલાવે અને પહેલા મારી સાથે વાત કરે.”
આ પણ વાંચો : Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ, જામનગર કોંગ્રેસના વધુ એક નેતાએ છોડ્યો પક્ષ